બાવળા-બગોદરા હાઇવે અકસ્માતમાં ૨ બાળકીનો આબાદ બચાવએક બાળકીના પિતાનું મોત, બીજી બાળકીની માતા ગંભીર

અમદાવાદના બાવળા-બગોદરા હાઇવે પરના અકસ્માતમાં ૧૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પરંતુ કહેવાઈ છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ અકસ્માતમાં ૨ બાળકીનો આબાદ બચાવ થયો છે.બન્ને બાળકી હાલ બગોદરા આરોગ્ય કેન્દ્રમાં છે. જેમાંથી એક બાળકીના પિતાનું અકસ્માતમાં મોત નિપજ્યું હતુ, જ્યારે બીજી બાળકીના માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. પ્રાથમિક સારવાર બાદ બન્ને બાળકી એકદમ સ્વસ્થ્ય છે. હોસ્પિટલનો સ્ટાફ બાળકીની કાળજી લઈ રહ્યો છે. અકસ્માતના ઈજાગ્રસ્તોની સારવાર કરી રહેલા આરોગ્યકર્મીઓનો માનવતાવાદી ચહેરો પણ અહીં જાેવા મળ્યો. સંકટથી અજાણ પોતાના માતા-પિતાને યાદ કરી રહેલી આ બાળકીઓની સંભાળ આરોગ્યકેન્દ્ર સ્ટાફે લીધી હતી હતી.
Recent Comments