પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યા કેસમાં કેન્દ્ર દ્વારા જવાબ દાખલ ન કરવા પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યાલયને મૃત્યુદંડના કેદી બળવંત સિંહ રાજાેઆનાની દયા અરજી પર બે અઠવાડિયામાં ર્નિણય લેવાનો આદેશ આપ્યો છે. રાજાેઆનાને ૧૯૯૫માં પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, આજે આ બાબતનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવા છતાં, કેન્દ્ર તરફથી કોઈ હાજર થયું ન હતું. બેન્ચ માત્ર આ કેસ માટે જ બેઠી હતી.
કેસની સુનાવણી અગાઉની તારીખે મુલતવી રાખવામાં આવી હતી જેથી કેન્દ્ર રાષ્ટ્રપતિ કાર્યાલય પાસેથી દયા અરજી પર ક્યારે ર્નિણય લેવામાં આવશે તે અંગે સૂચનાઓ લઈ શકે. ૩૧ ઓગસ્ટ ૧૯૯૫ના રોજ ચંદીગઢમાં સિવિલ સચિવાલયના પ્રવેશદ્વાર પર થયેલા વિસ્ફોટમાં પંજાબના મુખ્યમંત્રી અને અન્ય ૧૬ લોકો માર્યા ગયા હતા. જુલાઈ ૨૦૦૭માં વિશેષ અદાલતે રાજાેઆનાને ફાંસીની સજા સંભળાવી હતી. રાજાેઆનાએ કહ્યું કે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ બંધારણની કલમ ૭૨ હેઠળ માર્ચ ૨૦૧૨માં તેમના વતી દયાની અરજી દાખલ કરી હતી. ગયા વર્ષે ૩ મેના રોજ, સુપ્રીમ કોર્ટે તેની મૃત્યુદંડની સજા ઘટાડવાનો ઇનકાર કર્યો હતો અને સક્ષમ અધિકારીને તેની દયા અરજી પર વિચાર કરવાનો નિર્દેશ કર્યો હતો.
Recent Comments