બિગ બોસના નવા પ્રોમોમાં અંકિતા લોખંડે અને વિકી જૈન વચ્ચેનો વિખવાદ જાેવા મળ્યો
બિગ બોસની ૧૭મી સિઝનની શરૂઆત થતાં જ ઈમોશનલ ડ્રામા અને કાવા-દાવા શરૂ થઈ ગયા છે. બિગ બોસની થીમમાં આ વખતે ફેરફાર કરાયો છે. સિંગલ્સની સાથે કપલને પણ શોમાં બોલાવાયા છે. રીયલ લાઈફ કપલ અંકિતા લોખંડે-વિકી જૈન અને ઐશ્વર્યા શર્મા-નિલ ભટ્ટ કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લઈ રહ્યા છે. બિગ બોસના ઘરમાં સેટલ થવા આ કપલ મહેનત કરી રહ્યા છે. શો શરૂ થતાં પહેલાં દરેક સમયે એકબીજાને સાથ આપવાનો દાવો કરનારા કપલ વચ્ચે અંતર વધી રહ્યું હોય તેમ જણાય છે. બિગ બોસના નવા પ્રોમોમાં અંકિતા લોખંડે અને વિકી જૈન વચ્ચેનો વિખવાદ જાેવા મળે છે. જેમાં પોતાના પતિએ જ એકલી પાડી દીધી હોવાનું અંકિતા માને છે. પ્રોમોમાં દર્શાવ્યા મુજબ, અંકિતા અને વિકી બેડરૂમમાં વાત કરી રહ્યા છે.
આંખમાં આંસુ સાથે અંકિતા વિકીને જણાવે છે, મેરે કો દુનિયા હર્ટ નહીં કર સકતી. મુજકો કેવલ મેરા ઈન્સાન હર્ટ કર સકતા હૈ ઔર મૈં હર્ટ હો રહી હું. વિકી તેને મનાવવા પ્રયાસ કરે છે, પણ અંકિતા ઝાટકો મારીને તેનો હાથ ખેંચી લે છે. આ સાથે જણાવે છે કે, પતા નહીં ક્યું મેરે કો બહુત અકેલા… તુ હર જગહ હૈ વિકી બસ મેરે સાથ નહીં હૈ. મેરે કો ફિલિંગ આ રહી હૈ. બિગ બોસના મહેમાન બનતા પહેલા અંકિતાએ જણાવ્યુ હતું કે, તે વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરશે અને તેને ઝઘડા પસંદ નથી. બિગ બોસમાં અન્ય લોકો જે રીતે ઝઘડતા હોય છે અને દલીલો કરતા હોય છે, તેવું પોતાની સાથે નહીં થાય તેવો અંકિતાને વિશ્વાસ હતો. શો દરમિયાન વિકી પોતાની સાથે રહેશે તેવો અંકિતાએ દાવો કર્યો હતો. જાે કે શોની શરૂઆત થતાં જ અંકિતાએ વિવાદની શરૂઆત કરી દીધી છે અને પતિ વિકી પર ગુસ્સો ઠાલવ્યો છે.
Recent Comments