બોલિવૂડ

બિગ બોસ ઓટીટીની બીજી સીઝન આ તારીખથી થશે સ્ટ્રીમ

બિગ બોસ ઓટીટીની બીજી સીઝન ૧૭ જૂન, ૨૦૨૩થી શરૂ થઈ રહી છે. બિગ બોસ ઓટીટીના ફેન્સ માટે આ સમાચાર કોઇ ગુડ ન્યૂઝથી ઓછા નથી. લોકડાઉન દરમિયાન તેની પહેલી સિઝન આવી હતી અને તેની ખૂબ ચર્ચા થઈ હતી. હવે આ શોની બીજી સીઝન શરૂ થવા જઈ રહી છે. દબંગ ખાને બિગ બોસ ર્ં્‌્‌ સીઝન ૨ની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. હવે તમે ત્ર્નૈ સિનેમાની એપ્લિકેશન પર આ શોને ફ્રીમાં જાેઈ શકશો. જિયો સિનેમાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં સલમાન ખાન ડાન્સ કરતો જાેવા મળી રહ્યો છે. આ વીડિયોની શરૂઆતમાં સલમાન ખાન કહે છે કે આ વખતે એટલી લાગશે કે તમારી મદદ લાગશે. ત્ર્નૈ ઝ્રૈહીદ્બટ્ઠએ આ વીડિયો શેર કર્યો અને લખ્યું, “દરેકનો ફેવરિટ સ્ટાર સલમાન ખાન તૈયાર છે ઇન્ડિયાના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસ ર્ં્‌્‌ને પાછો લાવવા માટે અને આ વખતે લગાવશો પણ તમે અને બચાવશો પણ તમે. બિગ બોસ ઓટીટીના એંથમ ડ્રોપ માટે જાેડાયેલા રહો.” આ વીડિયોમાં જે પ્રકારનું કેપ્શન લખવામાં આવ્યું છે અને સલમાન ખાન ડાયલોગ્સમાં જે આઈડિયા આપી રહ્યો છે તે જાેઈને લાગે છે કે દર્શકોને પણ શોની આ સિઝનમાં ઇન્વોલ્વ કરવામાં આવી રહ્યાં છે. આમાં કેટલી હકીકત છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. હવે તે વોટના આધારે હશે કે આ વખતે બિગ બોસના મેકર્સ દ્વારા કોઈ અન્ય પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, તે તમે શોમાં જાણી શકશો. આ વખતે હોસ્ટની ખુરશી પર કરણ જાેહર નહીં પરંતુ સલમાન ખાન જાેવા મળશે. કરણ જાેહરને શોમાંથી બાય-બાય કહી દેવામાં આવ્યું છે. બિગ બોસ ઓટીટીની પહેલી સીઝન કરણ જાેહરે જ હોસ્ટ કરી હતી, પરંતુ કરણની હોસ્ટિંગ સ્ટાઇલ લોકોને પસંદ ન આવી. સાથે જ શોને એવી કંઇ ખાસ ટીઆરપી પણ ન મળી. આ વખતે પણ મેકર્સ ૨૪×૭ વાળો કોન્સેપ્ટ લઇને આવ્યા છે. એટલે કે તમે ઘરવાળા પર ૨૪ કલાક નજર રાખીને જાેઇ શકશો. બિગ બોસ ઓટીટીની શરૂઆત ૧૭ જૂનથી થઇ રહી છે.

Related Posts