‘બિગ બોસ ઓટીટી’ને અત્યાર સુધી મિશ્ર પ્રતિષાદ મળ્યો છે. શોને જ્યારે ઓટીટી પર પ્રસારિત કરવાની જાહેરાત કરી હતી ત્યારે અનુમાન હતું કે ખુબ બોલ્ડ થવાનો છે. કરણ જાેહર એક પ્રોમોમાં કહી રહ્યાં હતા કે જાે તે ટીવી પર આવ્યો તો બેન થઈ શકે છે. હવે આવું કંઈ શોમાં જાેવા મળ્યું જ્યારે નેહા ભસીને રિદ્ધિમા પંડિતને બધાની સામે કિસ કરી દીધી.
શોના પ્રથમ સપ્તાબમાં કન્ટેસ્ટેન્ટને બે ટીમોમાં વેચવામાં આવ્યા. એક ટીમ પ્રતીક સહજપાલની અને બીજી ટીમ રાકેશ બાપટની. પ્રતીકની ટીમમાં અક્ષરા સિંહ, નિશાંત ભટ્ટ, રિદ્ધિમા પાંડિત અને કરણ નાથ છે. પ્રતીક સહજપાલની ટીમમાં નેહા ભસીન, મિલિંદ ગાબા, જીશાન ખાન, દિવ્યા અગ્રવાલ અને શમિતા શેટ્ટી છે.
આપવામાં આવેલા ટાસ્કમાં દરેક ટીમમાંથી કન્ટેસ્ટેન્ટને સ્ટેચ્યૂ બનીને ઉભુ રહેવાનું હતું અને બીજી ટીમના સભ્યોએ તેનું ધ્યાન ભટકાવવાનું હતું. પહેલા ટાસ્કમાં પ્રતીક સહજપાલની ટીમ રાકેશ બાપટની ટીમ પર ભારે પડી રહી છે. આ દરમિયાન અભિનેત્રી રિદ્ધિમા પંડિત સ્ટેચ્યૂ બનીને ઉભી રહે છે. ગાયિકા નેહા ભસીન તેનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે અને તે રિદ્ધિમા ભસીનને કિસ કરે છે.
નેહા ભસીન રિદ્ધિમાને કિસ કરે છે. પછી તે ઉર્ફીને બોલાવીને જુએ છે અને રિદ્ધિમાને ફરી કિસ કરે છે. તે પૂછે છે સારી લાગી? અચ્છી લગી, ગુડ કિસને?
પાછલા દિવસોમાં પ્રસારિત કરવામાં આવેલા એપિસોડમાં રિદ્ધિમા પંડિત અને નેહા ભસીન વચ્ચે સારી બોન્ડિંગ જાેવા મળી. રિદ્ધિમા પોતાના માતાને યાદ કરીને રડવા લાગે છે ત્યારે નેહા તેને સંભાળે છે અને શાંત કરાવે છે.


















Recent Comments