બોલિવૂડ

બિગ બોસ કપલ રાકેશ બાપટ-શમિતા શેટ્ટીનું બ્રેકઅપ

શમિતા શેટ્ટી અને રાકેશ બાપટની વચ્ચેનો પ્રેમ જાહેર હતો. બિગ બોસ દરમિયાન બંનેએ એકબીજા માટે જાહેરમાં પ્રેમ વ્યક્ત કર્યો હતો. શો પછી બંને ઘણી ઈવેન્ટ્‌સ અને પાર્ટીમાં સાથે જાેવા મળતા, પરંતુ ૧ વર્ષ પછી બંનેની વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો અને સંબંધોનો અંત આવી ગયો. હવે શમિતા અને રાકેશે બ્રેકઅપની જાહેરાત કરી દીધી છે. બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી આ જાણકારી આપી છે. શમિતાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું, મને લાગે છે તેને ક્લિયર કરવું જરૂરી છે…રાકેશ અને હું હવે સાથે નથી… અને છેલ્લા ઘણા સમયથી નથી પરંતુ આ મ્યુઝિક વીડિયો તે તમામ સારા ફેન્સ માટે છે, જેમને અમને આટલો પ્રેમ અને સમર્થન આપ્યું. આ રીતે અમારા પર તમારો પ્રેમ વરસાવતા રહો.

આ પોઝિટિવિટી છે. તમારા બધા માટે પ્રેમ અને આભાર. રાકેશ બાપટે પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શમિતાની સાથે બ્રેકઅપની જાહેરાત કરતા એક પોસ્ટ લખી છે. રાકેશે લખ્યું, હું તમને બધાને જણાવવા માગુ છું કે હું અને શમિતા હવે સાથે નથી. નિયતિએ ખૂબ જ વિપરિત સંજાેગોમાં અમારો પરિચય કરાવ્યો. અમને આટલો સાથ આપવા અને આટલો પ્રેમ આપવા બદલ પરિવારનો ખૂબ ખૂબ આભાર. હું જાણું છું કે આ સાંભળીને તમારું દિલ તૂટી ગયું હશે, પરંતુ આશા રાખું છું કે તમે લોકો અમારા બંને પર અલગ અલગ પણ પ્રેમ વરસાવતા રહેશો. તમારા સપોર્ટની હંમેશાં જરૂર રહેશે.

આ ગીત તમને બધાને સમર્પિત કરું છું. ફેન્સે બંનેનો પ્રેમ જાેઈ ઈંજીરટ્ઠઇટ્ઠ નામ આપ્યું હતું. બિગ બોસ ઓટીટીમાં બંનેને પાર્ટનર તરીકે શોમાં એન્ટ્રી મળી હતી અને થોડા સમય પછી બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી. શમિતા શેટ્ટીએ તેના પછી બિગ બોસ ૧૫માં પણ ભાગ લીધો હતો. તેમજ રાકેશ બાપટે શોમાં વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી લીધી હતી.શમિતા શેટ્ટી અને રાકેશ બાપટની વચ્ચે અંતર વધી ગયું છે.

છેલ્લા ઘણા સમયથી આ સમાચાર ચર્ચામાં હતા. એટલે સુધી કે બંનેની વચ્ચે હવે પ્રેમ નથી રહ્યો અને બંને અલગ થઈ ગયા છે. આ વિશે અત્યાર સુધી શમિતા અને રાકેશ બંને મૌન હતા, પરંતુ હવે આ સમાચાર સાચા છે કે રિયાલિટી શો બિગ બોસ ઓટીટી થી એકબીજાની નજીક આવેલા રાકેશ બાપટ અને શમિતા શેટ્ટીનું બ્રેકઅપ થઈ ગયું છે. પોતાના રિલેશનશિપ વિશે તાજેતરમાં બંનેએ સ્પષ્ટતા કરી છે કે, હવે તેઓ સાથે નથી.

Related Posts