fbpx
બોલિવૂડ

બિગ બોસ ટાઈમિંગમાં થોડો બદલાવ કરવામાં આવ્યો, ૯ઃ૩૦ નહીં હવે આ ટાઈમે જાેવા મળશે

કલર્સનો પોપ્યુલર શો આ હાલ લાઈમલાઈટમાં છે. દરેક વર્ષની જેમ આ સીઝનમાં પણ તે છવાયેલો છે. પરંતુ, આ દરમિયાન આ શો કન્ટેસ્ટેન્ટને લઈને નહીં પણ બીજા કારણે ચર્ચામાં છે. હકીકતમાં સલમાન ખાનના રિયાલિટી શો મ્ૈખ્ત મ્ર્જજની ટાઈમિંગમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે. તેની સાથે શો હવે પોતાના દર્શકોના મનોરંજનને ડબલ ડોઝ આપવાનો છે. દરેક અઠવાડિયે ઘરની અંદર ચાલતી ઘટનાઓને જાેવા માટે દર્શકોને ઓછી રાહ જાેવી પડશે. ખબર મળી રહી છે કે શનિવાર અને રવિવારે શોના ટેલિકાસ્ટની ટાઈમિંગમાં બદલાવ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કલર્સ પર દર શનિવાર અને રવિવાર રાત્રે ૯ઃ૩૦ વાગ્યે આવનારા શોની ટાઈમિંગ પહેલા કરી દેવામાં આવી છે. હવે શોનો સમય બદલીને ૯ વાગ્યે કરી દેવામાં આવી છે.

જાેકે, બાકીના દિવસે શોનો સમય તેનો તે જ રહેશે. જાેકે, શોના બદલાવનું કારણ ‘ઝલક દિખલા જા ૧૦’ના ખત્મ થવાનું જણાવવામાં આવી રહ્યુ છે. જી હાં, હાલમાં જ ઝલક દિખલા જા ખત્મ થયુ છે જ્યારબાદ બિગ બોસની ટાઈમિંગને ફેન્સની ખુશી માટે બદલી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે રવિવારે ‘ઝલક દિખલા જા’નો ફિનાલે એપિસોડ હતો. જેમાં ૮ વર્ષની ગુંજન સિન્હા અને ૧૨ વર્ષના તેજલ શર્માએ શોની ટ્રોફી પોતાના નામે કરી છે. જણાવી દઈએ કે આના પહેલાની સિઝનમાં પણ બિગ બોસની ટાઈમિંગ ૯ વાગ્યાની હતી. તેની સાથે ફેન્સને પણ શો પહેલા જ જાેવાની આદત છે.

આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે ટાઈમિંગ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ સલમાનના એપિસોડના ટેલિકાસ્ટને શનિવાર અને રવિવારે માંગી રહ્યા છે. પહેલા પણ સલમાન શુક્રવાર નહીં પણ ‘શનિવાર કા વાર’ લઈને આવતો હતો. તેની સાથે હવે જાેવાનું રસપ્રદ રહેશે કે શોની ટાઈમિંગ બદલાવાની સાથે બિગ બોસ વ્યૂવર્સ અને લવર્સમાં કોઈ બદલાવ આવે છે કે નહીં? કે પછી તેમની સંખ્યા પહેલા જેટલી જ રહેશે.

Follow Me:

Related Posts