બિગ બોસ-૧૪ની વિજેતા એક્ટ્રેસ રુબીના દિલૈકએ ખતરો કે ખેલાડીની ઓફર ફગાવી

બિગ બોસની ટ્રોફી જીતનાર ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક આજકાલ સતત સમાચારોમાં છે. બિગ બોસ પૂરું થયા બાદ રુબીના અને તેનો પતિ અભિનવ શુકલા ખતરો કે ખિલાડીની ૧૧મી સીઝનમાં પણ દેખાય તેવી વાતો ચર્ચાતી હતી. ત્યારે હવે રૂબિનાએ ખતરો કે ખેલાડીના નિર્માતાઓની ઓફર ફગાવી આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
બિગ બોસ જેવો રિયાલિટી શો જીત્યા બાદ રૂબીના હવે અન્ય કોઈ રિયાલિટી શો કરવા નથી માંગતી. તે પોતાને બ્રેક આપવા માંગે છે. તેને સ્ટંટ આધારિત શોનો ભાગ નથી બનવું.
રૂબીના સાથે તેના પતિ અભિનવ શુક્લાનો પણ ખતરો કે ખેલાડીની ૧૧મી સિઝન માટે સંપર્ક કરાયો હતો. જાેકે, હજુ એ નક્કી નથી કે અભિનવ આ શોમાં ભાગ લેશે કે કેમ.
બિગ બોસની ૧૪મી સિઝન જીત્યા બાદ રૂબીના અનેક પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં પારસ છાબડા સાથે તેનો મ્યુઝિક વિડીયો લોન્ચ થશે. અત્યારે તો રૂબીના મરજાનીયા મ્યુઝિક વિડીયોની સફળતા માણી રહી છે. આ વિડીયોમાં તે પતિ અભિનવ શુકલા સાથે નજરે પડે છે. આ મ્યુઝિક વિડીયોમાં નેહા કક્કરે અવાજ આપ્યો છે.
Recent Comments