બિગ બોસ ૧૭માંથી ૯ સ્પર્થકો નોમીનેટ થયા
કલર્સ ટીવીના રિયાલિટી શો ‘બિગ બોસ ૧૭’ના મેકર્સ ફરી એકવાર ઘરના સભ્યો માટે નોમિનેશન ટાસ્કમાં જબરદસ્ત ટિ્વસ્ટ લાવ્યા છે. આ ટાસ્ક હેઠળ એક જ રૂમમાં રહેતા સ્પર્ધકોને પોતાની વચ્ચે બે સ્પર્ધકોને નોમિનેટ કરવાનું ટાસ્ક આપવામાં આવ્યું હતું. આ ટાસ્કમાં નીલ અને ઐશ્વર્યાએ અંકિતા લોખંડે અને વિકી જૈન અને વિકી-અંકિતાએ નીલ-ઐશ્વર્યાને નોમિનેટ કર્યા હતા. પરંતુ અંકિતા લોખંડેને સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે ‘દીદી દીદી’ કરતી વખતે તેની પીઠ પાછળ ચાલતી ઈશાએ તેને નોમિનેટ કરી હતી.. ઈશાએ કહ્યું કે, અંકિતા વાતોને પોતાના દિલમાં રાખે છે
અને આ કારણે તેને તેનું વલણ પસંદ નથી. ઈશાની વાત સાંભળ્યા બાદ બિગ બોસે અંકિતાને પૂછ્યું કે, ઈશાના આ જવાબ પછી તેનું શું કહેવું છે? બિગ બોસના પ્રશ્નનો જવાબ આપતા અંકિતાએ કહ્યું કે, મેં હંમેશા ઈશાને સૌથી આગળ રાખી છે અને આ શોમાં મેં ઘણી વખત કહ્યું છે કે તે મારી પ્રાથમિકતા રહેશે, પરંતુ આજે તેણે મારી સાથે એવી રીતે દગો કર્યો છે. મને ન તો ઈશા થી આ આશા હતી કે ન તો નીલ પાસેથી આશા.. ટીમ દમ સે, યુકે રાઇડર ૦૭ અનુરાગ, તહેલકા ભાઈ, અરુણ મહાશેટ્ટી અને સમર્થ જુરેલને નોમિનેટ કરવામાં આવ્યા હતા, પછી ટીમ દિમાગમાંથી બિગ બોસ દ્વારા ચેલેન્જ કરવામાં આવી હતી
કે જાે તેઓ યોગ્ય રીતે અનુમાન લગાવે છે કે ટીમ દિલ ઔર દમના ક્યા સ્પર્ધકોને નોમિનેટ કરવામાં આવ્યા છે, તો તે બધા સુરક્ષિત રહેશે અને જાે તેઓ ખોટો જવાબ આપે તો તેમની ટીમમાંથી બે સ્પર્ધકોને નોમિનેટ કરવાના રહેશે.. ટીમ દમએ ખોટો જવાબ આપ્યો અને તેના કારણે નાવેદ અને મન્નારા ચોપરાને તેમની ટીમમાંથી નોમિનેટ કરવામાં આવ્યા હતા. એટલે કે, આ અઠવાડિયે, મન્નારા ચોપરા, નાવેદ, અનુરાગ, તહેલકા ભાઈ, અરુણ મહાશેટ્ટી, સમર્થ જુરેલ, નીલ ભટ્ટ, ઐશ્વર્યા શર્મા અને અંકિતા લોખંડે બિગ બોસ ૧૭ના ઘરમાંથી નોમિનેટ થયા છે.
Recent Comments