બિગ બોસ 2નો વિનર ઢાબા ચલાવી રહ્યો છે, જાણો શું છે કારણ
ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી વિવાદાસ્પદ શો ‘બિગ બોસ’એ ઘણા લોકોનું ભાગ્ય બદલી નાખ્યું છે. આ શોમાં થોડા દિવસો માટે જ એન્ટ્રી કરતાં એક્ટર્સની લાઈફ બદલાઈ જાય છે, તો પછી શોના વિનર વિશે શું કહેવું, એક તરફ હાથમાં મોટી રકમ મળે છે, તો બીજી તરફ અનેક રિયાલિટી શો તરફથી ઓફર આવવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે ‘બિગ બોસ 2’ના વિજેતા આશુતોષ કૌશિક બેનામી જિંદગી જીવી રહ્યા છે. વાસ્તવમાં ‘બિગ બોસ’ની પહેલી સીઝન વર્ષ 2006માં ટેલિકાસ્ટ થઈ હતી. આ સીઝન બોલિવૂડ એક્ટર રાહુલ રોયે જીતી હતી. આ પછી બીજી સીઝન આશુતોષ કૌશિકે જીતી હતી.
આશુતોષ કૌશિકે ‘બિગ બોસ 2’નું ટાઇટલ પોતાના નામે કરતા પહેલા રોડીઝ પણ જીતી હતી. તેના જ આધારે તેને સલમાન ખાનના શોમાં એન્ટ્રી મળી હતી. ‘બિગ બોસ’ જીત્યા બાદ આશુતોષ માટે ઈન્ડસ્ટ્રીના દરવાજા ખુલી ગયા. તેણે અરશદ વારસી સાથે ફિલ્મ ‘જિલ્લા ગાઝિયાબાદ’ અને સૈફ અલી ખાન સાથે ‘શોર્ટકટ રોમિયો’માં કામ કર્યું છે. પરંતુ રિયાલિટી શો સ્ટાર આશુતોષનું નસિબ ઈન્ડસ્ટ્રીમાં ચાલી શક્યું નહીં.
જ્યારે આશુતોષને ફિલ્મોમાં સફળતા ન મળી ત્યારે તેણે બધું છોડીને પોતાના ઘરે પાછા જવાનું નક્કી કર્યું. જ્યારે આશુતોષ પોતાના ઘરે UPના સરહાનપુર પરત ફર્યો ત્યારે તેણે આ ઢાબા ખોલ્યું હતું. તમને જણાવી દઈએ કે રિયાલિટી શોમાં ભાગ લેતા પહેલા પણ આશુતોષ આ ઢાબા ચલાવતા હતા. પાછા જવાના નિર્ણય પર આશુતોષે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું મારા નસીબને રોકી શક્યો નહીં.’
આગળ, આશુતોષ કૌશિકે કહ્યું હતું કે તે સારા નસીબ અને ભગવાનના આશીર્વાદ હતા કે હું રિયાલિટી શો જીત્યો. તેના માટે મેં બહુ મહેનત નથી કરી, વસ્તુઓ પોતાની મેળે જ બનતી ગઈ હતી. મેં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ઘણો સંઘર્ષ જોયો છે. મને ખબર ન હતી કે તેમા આગળ કેવી રીતે વધવાનું છે પણ હું જાણતો હતો કે ઢાબા કેવી રીતે ચલાવવનો છે. તેથી જ મેં તે કામ સારી રીતે કર્યું.
Recent Comments