fbpx
રાષ્ટ્રીય

બિડેન એડમિનિસ્ટ્રેશને ભારતમાં MK-૫૪ લાઇટવેઇટ ટોર્પિડોઝના વેચાણને મંજૂરી આપી છે

યુએસ સરકારે ભારતને સ્દ્ભ-૫૪ હળવા વજનના ટોર્પિડોના વેચાણને મંજૂરી આપી છે. ભારતીય નૌકાદળને ઇં૧૭૫ મિલિયન (રૂ. ૧૪૬૮ કરોડ)ના ૫૩ હળવા વજનના ટોર્પિડો મળશે. આનો ઉપયોગ સ્ૐ-૬૦ઇ સીહોક હેલિકોપ્ટર સાથે કરવામાં આવશે, જેને તાજેતરમાં ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યા છે. બિડેન પ્રશાસને સોમવારે યુએસ કોંગ્રેસને આ ડીલ વિશે જાણ કરી છે. સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ વેચાણ વોશિંગ્ટનની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા લક્ષ્યો સાથે સુસંગત છે. અમેરિકી સરકારના જણાવ્યા અનુસાર, આ વેચાણથી અમેરિકા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થશે.

અમેરિકાએ કહ્યું છે કે ઈન્ડો પેસિફિક ક્ષેત્ર અને દક્ષિણ એશિયા ક્ષેત્રમાં રાજકીય સ્થિરતા, શાંતિ અને આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવામાં ભારત એક મહત્વપૂર્ણ સહયોગી છે અને આ ડીલ ભારતને મજબૂત કરશે. અમેરિકાના મતે, આ વેચાણથી પ્રદેશના મૂળભૂત સૈન્ય સંતુલનને કોઈ પણ રીતે અસર નહીં થાય.

નોટિફિકેશનમાં જણાવાયું છે કે પ્રસ્તાવિત વેચાણ તેના સ્ૐ-૬૦ઇ હેલિકોપ્ટર માટે વધતા એન્ટી-સબમરીન હથિયારોના ખતરાનો સામનો કરવા માટે ભારતની વર્તમાન અને ભાવિ ક્ષમતામાં વધારો કરશે. વાસ્તવમાં, ભારતીય નૌકાદળે આ વર્ષે માર્ચમાં કોચીમાં ૈંદ્ગજી ગરુડ ખાતે સ્ૐ-૬૦ઇ સીહોક હેલિકોપ્ટરનો પ્રથમ કાફલો કાર્યરત કર્યો છે. આ કાફલામાં ૬ સ્ૐ-૬૦ઇ જીીટ્ઠરટ્ઠુા હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે, જે હેલફાયર મિસાઇલ, સ્દ્ભ-૫૪ ટોર્પિડો અને પ્રિસિઝન-કીલ રોકેટથી સજ્જ છે. ભારત આવતા વર્ષ સુધીમાં તમામ ૨૪ સીહોક હેલિકોપ્ટરને કાફલામાં સામેલ કરવાની યોજના બનાવી રહ્યું છે. જેમાં મલ્ટી-મોડ રડાર અને નાઇટ વિઝન ડિવાઇસ પણ સામેલ છે.

આ ફેબ્રુઆરી ૨૦૨૦માં અમેરિકા સાથે ઇં૨.૧૩ બિલિયનના કરારનો એક ભાગ છે. હિંદ મહાસાગરમાં ચીનના વધતા જાેખમને જાેતા સીહોક હેલિકોપ્ટરે ભારતીય નૌકાદળની તાકાત વધારી દીધી છે. આ હેલિકોપ્ટરને એરક્રાફ્ટ કેરિયર્સ અને ફ્રન્ટલાઈન વોરશિપથી પણ ઓપરેટ કરી શકાય છે. આ ભારતીય નૌકાદળને દરિયામાં દુશ્મન સબમરીનને ઓળખવામાં અને નિશાન બનાવવામાં મદદ કરે છે. અમેરિકાથી સ્દ્ભ-૫૪ હળવા વજનના ટોર્પિડોની ઉપલબ્ધતા સાથે સીહોક હેલિકોપ્ટરની ક્ષમતામાં વધારો થશે. આ એક ઓટોમેટિક એન્ટી સબમરીન હથિયાર છે, જે પાણીની અંદર પોતાના લક્ષ્યને નિશાન બનાવી શકે છે. આ ખૂબ જ હળવા હોય છે જેથી તેને હેલિકોપ્ટર અને જહાજાેથી પણ લોન્ચ કરી શકાય.

Follow Me:

Related Posts