બિનવારસી મુદ્દામાલના માલિકોએ આધાર પૂરાવા સાથે રજૂઆત કરવી
બિનવારસી મુદ્દામાલ અંગે પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી, મોટા ખુંટવડાએ મહુવા એક્ઝિક્યુટિવને રજૂઆત કરેલ છે. જેમાં બિનવારસી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ નં. જી.જે.- ૧- ૮૩૫૯ પડેલ છે. આ બિનવારસી વાહન બોમ્બે પોલીસ એકટની કલમ-૮ર હેઠળ અત્રેની સત્તાની રૂઇએ નિકાલ થવાં સારૂ રજુ કરવામાં આવેલ છે. જેથી આ બિનવારસી મુદ્દામાલની નિકાલની વ્યવસ્થા કરવાની થાય છે. આ મુદામાલ જે કોઈ શખ્સનો હોઈ તેઓએ યોગ્ય આધાર પુરાવા સાથે અમારા રૂબરુ આ જાહેરનામાંની તારીખ થી ત્રણ માસની અંદર રજૂ થઈ વાહનોની માલિકી હક્ક અંગે સાબિતી આપવાની રહેશે.
સદરહું મુદત દરમ્યાન કોઈ ઈસમો તરફથી આ હકીકત અંગે ઉપર મુજબ રજૂઆત નહીં મળે તો સદરહુ વાહન જેની અપસેટ કિંમત રૂા. ૧૦,૦૦૦ નક્કી કરવામાં આવી છે તે બોમ્બે પોલીસ એક્ટની કલમ-૮૨ હેઠળ ખાલસા ગણી જાહેર હરાજી કરી કલમ-૮૬-૮૭ની જોગવાઈ મુજબ ઉપજ સરકારશ્રીમાં જમાં કરાવવામાં આવશે તેમ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, મહુવાના જાહેરનામામાં જણાવાયું છે.
Recent Comments