બોલિવૂડ

બિપાશા બાસુના ઘરમાં નાના મહેમાનના આગમનની તૈયારી

બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની ફિલ્મના સેટ પર થયેલી મુલાકાત પ્રેમમાં બદલાઇ ગઇ હતી. થોડા સમય ડેટ કર્યા બાદ તેમણે લગ્ન કરી લીધા હતા. બોલિવૂડના ક્યુટ કપલ કરણ-બિપાશા માતા-પિતા બનશે તેવા સમાચારો ઘણી વખત સામે આવ્યા, પરંતુ બન્ને નકારતા આવ્યા છે. હવે જાણવા મળી રહ્યું છે કે, આગામી સમયમાં તેમના ઘરે મહેમાનનું આગમન થશે. જાેકે, અત્યાર સુધી કપલે આ અંગે પ્રતિક્રિયા આપી નથી. બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર તેમના પ્રથમ સંતાનના આગમનની તૈયારીઓ કરી રહ્યા છે.

તે પોતાના પ્રથમ સંતાન અંગે ટૂંક સમયમાં ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરશે. તેના નિકટના સૂત્રોને મળેલી જાણકારી અનુસાર, માતા-પિતા બનવાને લઇને બન્ને બહુ ખુશ અને ઉત્સાહી છે. બિપાશા લગ્નના છ વર્ષ બાદ માતા બનવા જઇ રહી છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. એપ્રિલ, ૨૦૧૬માં લગ્ન કરનાર આ કપલના લગ્નને છ વર્ષ પૂરા થઇ ગયા છે. મેરેજ એનિવર્સરી પર બિપાશા બાસુએ સોશિયલ મીડિયામાં એક સુંદર નોટ લખીને કરણ સિંહ ગ્રોવર માટે પ્રેમ વ્યક્ત કર્યો હતો. બિપાશાએ લખ્યું હતું કે, તું મારા ચહેરા અને આંખોમાં ખુશીનું કારણ છે.

જે દિવસથી તને મળીશું, પ્રેમ દિવસે-દિવસે વધતો જાય છે. હું તને બહુ પ્રેમ કરું છું અને હંમેશા કરતી રહીશ. કરણે પણ કંઇક આવા અંદાજમાં જ શુભેચ્છા પાઠવી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર બન્ને ઘણા સમયથી પડદા પર જાેવા મળ્યા નથી. છેલ્લે કરણ ટીવી સીરિયલ કુબુલ ૨.૦માં જાેવા મળ્યો હતો. જ્યારે બિપાશા ફિલ્મ ડેન્ઝરસમાં જાેવા મળી હતી.

Related Posts