બિપિન રાવતે સુરતની બાઈકર્સ મિત્સુને સામેથી બોલાવી મુલાકાત આપી હતી
તામિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની સહિત ૧૩ લોકો મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાને કારણે આખો દેશ સ્તબ્ધ થઇ ગયો છે. ત્યારે સુરતની મિત્સુ ચાવડાએ તેમને શ્રધ્ધાંજલી પાઠવવાની સાથે તેમની સાથે વિતાવેલી પળોની વાતો કરી હતી. કારણ કે ડિસેબલ સૈનિકો પ્રત્યે સમાજમાં જાગૃતિ આવે તે માટે અડાજણમાં ન્યુ અડાજણ રોડ પર ગૌરીપાર્ક સોસાયટીમાં રહેતા મિત્સુ ચાવડા ડિસેમ્બર, ૨૦૧૭થી જાન્યુઆરી ૨૦૧૮માં ૬૫ દિવસની બાઇક રાઇડ પર નીકળ્યા હતા. ઘાયલ સૈનિકો પ્રત્યે સમાજમાં જાગૃતિ ફાલવવા તેમણે એકલાએ ૬૫ દિવસમાં ૧૭ હજાર કિમી પ્રવાસ કર્યો હતો.દિલ્હીમાં ૧૫ જાન્યુઆરીના રોજ આર્મી પરેડ-ડેના દિવસે કરીઅપ્પા પરેડ ગ્રાઉન્ડમાં જનરલ રાવત બિપિન રાવતે મિત્સુ ચાવડાને સામેથી મળવા માટે બોલાવ્યા હતા. મિત્સુને જણાવ્યું કે તમને સૈનિકો પ્રત્યે આવો સુંદર વિચાર કેવી રીતે આવ્યો? કેવી રીતે પ્રેરણા મળી. ઓપરેશનમાં શરીરનું અંગ ગુમાવીને કાયમી વિકલાંગ બનેલા સૈનિકોની સ્થિતિ અંગે માહિતી આપી હતી. બિપિન રાવતે મિત્સુની કામગીરીને બિરદાવી હતી. બાદમાં વર્ષ ૨૦૧૮ને ડિસેબલ સૈનિક વર્ષ તરીકે ઉજવવાનો સેનાએ ર્નિણય કર્યો હતો. મિત્સુ ચાવડા વર્ષ સપ્ટેમ્બર, ૨૦૧૬માં સુરતથી સિયાચીન ગયા હતા. માઇનસ તાપમાનમાં સિયાચીનથી આગળ કુમાર પોસ્ટ પર જવા માટે તેમણે દિલ્હીમાં જનરલ બિપિન રાવત પાસે મજૂરી માંગી હતી. બિપિન રાવતે તેમને સિયાચીનથી આગળ જવા માટેની તમામ વ્યવસ્થા કરી આપી હતી. સૈનિકો અને પત્રકારની ટુકડી સાથે કુમાર પોસ્ટ પર મિત્સુને સલામત રીતે મોકલી હતી. ઓક્સિજનની તંગી અને કડકડતી ઠંડી વચ્ચે ચાર દિવસમાં ૫૮ કિમી ટ્રેકિંગ કરીને કુમાર પોસ્ટ પર પહોંચ્યા હતા. ત્યાં સૈનિકો કેવી રીતે ફરજ બજાવે તેનો અનુભવ કર્યો હતો.સુરતની મિત્સુની પ્રેરણાથી જનરલ બિપિન રાવતે ૨૦૧૮ને “ડિસેબલ સૈનિક વર્ષ” તરીકે ઉજવ્યું હતું. મિત્સુએ વિકલાંગ સૈનિકો પ્રત્યે જાગૃતિ માટે બાઇક પર ૧૭ હજાર કિમી યાત્રા કરી હતી. દિલ્હીમાં કરીઅપ્પા આર્મી-ડે પરેડ ગ્રાઉન્ડમાં બાઇકર્સ મિત્સુને બિપિન રાવતે સામેથી બોલાવી મુલાકાત આપી હતી.
Recent Comments