બિલકીસ બાનો કેસમાં ૩ દોષિતએ આત્મસમર્પણ માટે કરી સમય વધારાની માગ
બિલકીસ બાનો કેસથી સૌ કોઈ અવગત છે. બિલકીસ બાનો કેસમાં ત્રણ આરોપીઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. ૩ આરોપીઓ આત્મસમર્પણ માટે સમય વધારવાની માગ કરી હતી. જેમાં ગોવિંદ નાઇ, રમેશ રૂપા ચંદના અને મિતેશ ચીમનલાલે અલગ અલગ કારણોસર સમય વધારવાની અપીલ કરી છે. જેની સુનાવણી શુક્રવારે કરવામાં આવશે. ૩ આરોપીના વકીલે જણાવ્યુ છે કે સમર્પણ કરવાનો સમય રવિવારે જ સમાપ્ત થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટ આત્મસમર્પણ માટે સમય વધારાની અરજી પર જલ્દી સુનાવણી કરવામાં આવે તેવી માગ કરી છે.
બીજી તરફ જસ્ટિસ બી.વી. નાગરથનાએ કહ્યું કે આત્મસમર્પણ માટે સમય વધારવાની માગ કરી છે. પરંતુ તેમને જણાવ્યુ કે આ મામલે બેંચની પુનઃ રચના કરવી પડશે.રવિવારે સમયપૂર્ણ થવાને કારણે રજિસ્ટ્રી બેન્ચના પુનર્ગઠન માટે ઝ્રત્નૈં પાસેથી આદેશ માગવામાં આવશે. ગોવિંદ નાઈ આત્મસમર્પણ માટે બીમારીનું કારણ આપી ૪ અઠવાડિયાનો સમય માગ્યો છે. તેમજ રમેશ ચંદનાએ તેમના પુત્રના લગ્નન હોવાનું કારણ આપી ૬ અઠવાડિયાનો સમય માગ્યો છે. તેમજ અન્ય આરોપીએ ખેતી માટે સમયની અવધિ વધારવાની માગ કરી છે.
૮ જાન્યુઆરીએ પોતાનો ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યાના કેસમાં અકાળે નિર્દોષ છૂટેલા ૧૧ દોષિતોને આપવામાં આવેલી મુક્તિને રદ કરી દીધી હતી.સુપ્રીમ કોર્ટે આરોપીઓને ૨ અઠવાડિયામાં જેલમાં સમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર પર તેની સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટે ૨૦૦૨ દરમિયાન બિલકીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં ૧૧ દોષિતોને માફી આપવાના રાજ્ય સરકારના ર્નિણયને ફગાવી દીધો હતો. સોમવારે ર્નિણય રદ કરવામાં આવ્યો હતો
અને ગુનેગારોને બે અઠવાડિયામાં જેલમાં મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને ઉજ્જવલ ભૂયણની બેન્ચે જણાવ્યું હતું કે ગુજરાત સરકારનો સજા માફ કરવાનો આદેશ યોગ્ય વિચારણા કર્યા વિના પસાર કરવામાં આવ્યો હતો અને પૂછવામાં આવ્યું હતું કે શું “મહિલાઓ સામેના ઘૃણાસ્પદ અપરાધોના કેસોમાં સજાની માફી માન્ય છે”, પછી ભલે તે મહિલા કોઈપણ ધર્મ અથવા સંપ્રદાયનું પાલન કરતી હોય. .
Recent Comments