બિલીમોરા થઈને આંતલિયા અને ઉડાચને જાેડતો બ્રિજનો એક ભાગ બેસી ગયો
૭ વર્ષ પહેલા ૮.૫૦ કરોડના ખર્ચે બીલીમોરા થઈ આંતલિયા અને ઉડાચને જાેડતો કાવેરી નદી ઉપર પુલ બન્યો હતો. આ પુલના કારણે નદીના પેલે પાર રહેતા ઊંડાચ વાણિયા ફળિયા, લુહાર ફળિયાના ગ્રામજનોને બીલીમોરા સાથેના વ્યવહારમાં ખૂબ અનુકૂળતા રહેતી હતી. આંતલિયાથી ૫ કિલોમીટર વાયા ઊંડાચ સીધા નેશનલ હાઇવે નંબર ૪૮ના બલવાડા પહોંચી જવાથી હાઇવે સુધી પહોંચવાનું અંતર એકદમ ઘટી ગયું હતું. કાવેરી નદીમાં આવેલા ભજયનક પૂરના કારણે બંને કાંઠે વહેવાને કારણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
કાવેરી નદીનું જળસ્તર ઘટતા ઊંડાચ તરફથી પુલનો થોડો ભાગ પહેલો પિલર થોડો બેસી જતા પુલમાં ક્ષતિ સર્જાઈ હતી. પુલ ક્ષતિગ્રસ્ત થતાં સૌ દોડતા થયાં હતાં. ઊંડાચ તરફ જતા પુલનો પહેલો પિલ્લર બેસી જવાને કારણે એક્સપાન્શન જાેઈન્ટમાં ગેપ વધી ગયો છે. જેના કારણે જાેખમી બનેલા આ પુલને વાહન વ્યવહાર અને આવાગમન માટે સદંતર બંધ કરી દેવાયો છે. ઊંડાચ વાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પુલ આવાગમન માટે બંધ થતા લોકોને ૨૦ કિલોમીટર વધારે ચકરાવો લેવાનો વારો આવશે. આ પુલની ગંભીરતા ધ્યાને લઇ ગાંધીનગરની ટેકનિકલ ટીમ આ પુલનું નિરીક્ષણ કરવામાં આવશે. બેસી ગયેલા પીલરનું નિરીક્ષણ કરી આ બાબતે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવશે એમ જાણવા મળ્યું છે.
Recent Comments