fbpx
ગુજરાત

બિલ્ડર અપૂર્વની બાલાશિનારના રહીશ સાથે રૂ.૫૯ લાખની ઠગાઈ

શ્રી સિદ્ધિવિનાયક ડેવલપર્સના માલિક અને બિલ્ડર અપૂર્વ પટેલ સામે ઠગાઈનો વધુ એક ગુનો નોંધાયો છે. બંગલો અને દુકાન પેટે ૫૯ લાખ લીધા બાદ પજેશન કે રકમ પરત ન આપતા બાલાશિનોરના નિસર્ગ પટેલે જે.પી.રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. શહેરના બાલાશિનોર રહેતા નિસર્ગ પટેલે ફરિયાદ નોંધાવી કે, માંજલપુરમાં વડસર રોડની મેપલ વિલા સાઇટની મુલાકાત લીધા બાદ શ્રી સિદ્ધિવિનાયક ડેવલપર્સના માલિક અપૂર્વ પટેલને મળી ૬૫ લાખનો બંગલો બુક કરાવ્યો હતો. જેના વેચાણ અવેજ પેટે ૫૯ લાખ ચૂકવ્યા હતા. અમારી અક્ષરચોક પાસે મેપલ વિસ્તા સાઇટમાં ફ્લેટમાં મકાન અને દુકાનો છે. ફ્લેટ-દુકાન નિસર્ગને ગમતાં અપૂર્વે કહ્યું કે, વડસર રોડના બંગલાની કિંમત ૬૫ લાખ થાય છે અને આ દુકાન-ફ્લેટની કિંમત ૭૦ લાખ છે, તમારે બીજા ૫ લાખ આપવાના થાય છે. જે ફ્લેટ-દુકાનનું પજેશન આપું ત્યારે મને આપવાના રહેશે.ત્રણ માસમાં દુકાન-ફ્લૅટનો દસ્તાવેજ કરવાનું કહી અપૂર્વે મેપલ વિલા બંગલાનો બાનાખત કેન્સલ કરાવવા અસલ કાગળો લઇ લીધા હતા. જે બાદ અપૂર્વ પટેલ યોગ્ય જવાબ આપતા નહતો. ફ્લેટનું પઝેશન કે રૂપિયા પરત ન આપતાં તેમણે શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Follow Me:

Related Posts