fbpx
રાષ્ટ્રીય

બિલ ગેટ્‌સની દુનિયાને સલાહ,“ભારત પાસેથી પડકારો સામે લડતા શીખો”

માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશનના કો-ચેરમેન બિલ ગેટ્‌સે તેમના બ્લોગ ‘ગેટ્‌સ નોટ્‌સ’માં લખ્યું છે કે ભારત ભવિષ્ય માટે આશા આપે છે અને સાબિત કરે છે કે ભલે વિશ્વ અનેક સંકટનો સામનો કરી રહ્યું હોય, દેશ મોટામાં મોટી સમસ્યાઓને એક જ વખતમાં હલ કરી શકે છે. બિલ ગેટ્‌સે તેમના બ્લોગમાં લખ્યું છે કે, હું માનું છું કે યોગ્ય ઇનોવેશન્સ અને ડિલિવરી ચેનલો સાથે વિશ્વ એક સાથે ઘણી મોટી સમસ્યાઓ પર પ્રગતિ કરી શકે છે, એક જ સમયે બંનેનો સામનો કરવા માટે પૂરતો સમય કે પૈસા નથી, તેવા સમયમાં પણ દુનિયા અનેક સંકટોનો સામનો કરે છે.

પરંતુ ભારતે આ ધારણાને ખોટી સાબિત કરી છે. ગેટ્‌સે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, ‘ભારતે જે નોંધપાત્ર પ્રગતિ કરી છે, તેનાથી વધુ સારો પુરાવો કોઈ નથી.’ બિલ ગેટ્‌સે આગળ લાક્યું કે, સમગ્ર રૂપથી ભારત મને આશા આપે છે. ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવા જઈ રહ્યો છે, જેનો અર્થ એ છે કે તમે અહીં મોટા ભાગની સમસ્યાઓને મોટા પાયે હલ કર્યા વિના તેનું સમાધાન ન લાવી શકો. છતાં ભારતે સાબિત કરી દીધું છે કે તે મોટા પડકારો ઝીલી શકે છે અને તેનું સમાધાન લાવી શકે છે. તેમણે કહ્યું, ભારતે પોલિયોને નાબૂદ કર્યો, ૐૈંફને ફેલાવતો અટકાવ્યો, ગરીબીને ઓછી કરી, શિશુ મૃત્યુ દરમાં પણ ઘટાડો આવ્યો અને સ્વચ્છતા તેમજ નાણાંકીય સેવાઓ સુધી સામાન્ય જનતા આસાનીથી પહોંચી શકી.

ભારતે ઇનોવેશન માટે એક વિશ્વ અગ્રણી દ્રષ્ટિકોણ વિકસિત કર્યો, જે સુનિશ્ચિત કરે છે કે એ લોકો સુધી સમાધાન જલ્દી પહોંચે જેને તેની જરૂર છે. તેમણે બ્લોગમાં લખ્યું, “ડાયેરિયાના ઘાતક વાયરસને રોકતી રોટાવાયરસ વેક્સીન દરેક બાળક સુધી પહોંચાડવી ખુબ જ મોંઘી હતી, ત્યારે ભારતે તેને જાતે વિકસાવવાનો ર્નિણય લીધો. આ બાબતે ભારતે વિશેષજ્ઞો અને ફંડર્સ (ગેટ્‌સ ફાઉન્ડેશન સહીત) સાથે મળીને કામ કર્યું.

રોટાવાયરસની રસી બનાવવા માટે ફેસિલિટી ઉભી કરી અને વેક્સીન ડિસ્ટ્રીબ્યુશન માટે મોટા પાયે ડિલિવરી ચેનલ બનાવી. વર્ષ ૨૦૨૧ સુધીમાં ૧ વર્ષમાં ૮૩ ટકા બાળકોને રોટાવાયરસની રસી મળી ચુકી હતી. હવે ઓછા ખર્ચથી બનેલી આ રસી દુનિયાના અન્ય દેશોમાં પણ ઉપયોગમાં લેવાઈ રહી છે.” પુસા સ્થિત ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન(ૈંછઇૈં)માં આ અંગે વાત કરતા ગેટ્‌સે જણાવ્યું, ‘ગેટ્‌સ ફાઉન્ડેશને ૈંછઇૈંમાં રિસર્ચર્સના કામનું સમર્થન કરવા માટે ભારતના સાર્વજનિક ક્ષેત્ર અને ઝ્રય્ૈંછઇ સંસ્થાનો સાથે હાથ મિલાવ્યો હતો.’ ગેટ્‌સે કહ્યું, ‘તેમને એક નવું સમાધાન મળ્યુંઃ ચાની એવી જાતો જે ૧૦ ટકા વધુ ઉપજ ધરાવે છે અને દુષ્કાળ પ્રતિરોધક છે.

જેમાંથી એક જાત ખેડૂતો માટે પહેલેથી જ ઉપલબ્ધ છે અને બીજી જાતો હાલ સંસ્થામાં વિકસિત થઇ રહી છે. પરિણામે, ગરમ થતી આ દુનિયામાં અને તેના લોકોનું ભારણ પોષણ કરવામાં તેના ખેડૂતોને ટેકો આપવા માટે ભારત વધુ સારી રીતે તૈયાર છે. એવું કહેવું કોઈ અતિશયોક્તિ નથી કે ભારતનું કૃષિ ભવિષ્ય ઉજ્જવળ છે. આબોહવા, ભૂખમરો અને આરોગ્ય જેવા પડકારો અગમ્ય લાગે છે તેનું એક કારણ એ છે કે આપણી પાસે હજુ સુધી તેને ઉકેલવા માટે જરૂરી સાધનો નથી. પરંતુ હું આશા રાખું છું કે ટૂંક સમયમાં એક દિવસ આપણી પાસે આ પડકારોને પહોંચી વળવા માટે તમામ ઉકેલ હશે.

આ માટે અમે ઇનોવેટર્સ અને ૈંછઇૈંના સંશોધકોનો આભાર માની શકીશું. ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિલ ગેટ્‌સનો આ બ્લોગ શેર કર્યો છે. બ્લોગમાં ગેટ્‌સે એ પણ માહિતી આપી કે તેઓ આવતા અઠવાડિયે ભારત આવશે અને ઈનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકો દ્વારા થઈ રહેલા કામને જાેશે. તેમણે જણાવ્યું કે, ‘કેટલાક એવા પ્રોજેક્ટ્‌સ પર કામ થઈ રહ્યું છે, જે વિશ્વને ક્લાઈમેટ ચેન્જની અસરોને ઘટાડવામાં મદદ કરશે, જેમ કે બ્રેકથ્રુ એનર્જી ફેલો વિદ્યુત મોહન અને તેમની ટીમ દ્વારા દૂરના કૃષિ સમુદાયોમાં કચરાને બાયોફ્યુઅલ અને ખાતરમાં રૂપાંતરિત કરવામાં થઇ રહેલું કામ.’

અન્ય કેટલાક લોકોને ગરમ થતી દુનિયાને અનુકૂળ બનાવવા નવા રસ્તાઓ શોધી રહ્યા છે, જેમ કે વધુ દુષ્કાળ-સહિષ્ણુ પાક બનાવવા માટે ૈંછઇૈંનો પ્રયાસ. આ ગ્રહ પરના અન્ય દેશોની જેમ ભારતમાં પણ મર્યાદિત સંસાધનો છે. પરંતુ તેણે આપણને બતાવ્યું છે કે મુશ્કેલીઓ હોવા છતાં વિશ્વ કેવી રીતે પ્રગતિ કરી શકે છે. જાે આપણે સાથે મળીને કામ કરીએ તો હું માનું છું કે આપણે આબોહવા પરિવર્તન સામે લડી શકીશું અને સાથે વૈશ્વિક સ્વાસ્થ્યને સુધારી શકીશું.

Follow Me:

Related Posts