fbpx
રાષ્ટ્રીય

બિલ ગેટ્‌સે પ્રધાનમંત્રી સાથેની કરી મુલાકાત, બ્લોગ લખીને અદ્ભુત ડિજિટલ વિશ્વની પ્રશંસા કરી

જાણીતા ઉદ્યોગપતિ બિલ ગેટ્‌સ અને માઇક્રોસોફ્ટના સહ-સંસ્થાપક ઘણા દિવસોથી ભારતની મુલાકાતે છે. શુક્રવારે તેઓ પીએમ મોદીને મળ્યા હતા. પીએમ મોદી સાથેની આ મુલાકાતને લઈને બિલ ગેટ્‌સે પોતાના બ્લોગ પર એક લેખ લખ્યો છે. આ લેખમાં તેમણે ભારતના કોવિડ-૧૯ મેનેજમેન્ટ, રસીકરણ અભિયાન, ભારતમાં નવીનતા અને અદ્ભુત ડિજિટલ વિશ્વની પ્રશંસા કરી છે. તેમના અધિકૃત બ્લોગ ગેટ્‌સનોટ્‌સ પર ‘હાઈલાઈટ’ શેર કરતા તેમણે લખ્યું કે, ‘સુરક્ષિત, અસરકારક અને સસ્તી રસી બનાવવાની તેની અદભૂત ક્ષમતા માટે ભારતની પ્રશંસા કરી છે.

તેમણે કહ્યું કે, આ રસીઓએ લાખો લોકોને બચાવ્યા છે. ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ મહામારી દરમિયાન ભારતની રસીઓએ સમગ્ર વિશ્વમાં જીવન અને અન્ય રોગોને અટકાવ્યા છે. ગેટ્‌સનોટ્‌સ મુજબ ર્ઝ્ર-ઉૈંદ્ગ એ ઓપન સોર્સ પ્લેટફોર્મ દ્વારા ર્ઝ્રંફૈંડ્ઢ રસીના ૨.૨ બિલિયન ડોઝનું વિતરણ કર્યું છે. ગેટ્‌સે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી માને છે કે ર્ઝ્ર-ઉૈંદ્ગ વિશ્વ માટે એક મોડેલ છે અને હું તેની સાથે સંમત છું.’ માઇક્રોસોફ્ટના સહ-સ્થાપકએ મહામારી દરમિયાન ડિજિટલ પેમેન્ટ અપનાવવા બદલ ભારતની પ્રશંસા કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, ૨૦૦ મિલિયન મહિલાઓ સહિત ઓછામાં ઓછા ૩૦૦ મિલિયન લોકોએ ઇમરજન્સી ડિજિટલ પેમેન્ટ્‌સ મેળવ્યા છે.

‘આ માત્ર એટલા માટે શક્ય બન્યું કારણ કે, ભારતે નાણાકીય સમાવેશને પ્રાથમિકતા આપી છે, ડિજિટલ આઈડી સિસ્ટમ્સમાં રોકાણ કર્યું છે અને ડિજિટલ બેન્કિંગ માટે નવીન પ્લેટફોર્મ બનાવ્યું છે. ગેટ્‌સે જણાવ્યું હતું કે, ભારતમાં વિકસિત નવીનતાઓ વિશ્વને કેવી રીતે લાભ આપી શકે છે અને અન્ય દેશોને તેને અપનાવવામાં મદદ કરી શકે છે તે દર્શાવવા માટે ભારતનું ય્૨૦ પ્રમુખપદ એ એક ઉત્તમ તક છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રયાસોને ટેકો આપવો – ખાસ કરીને તેની ડિજિટલ ૈંડ્ઢ અને પેમેન્ટ સિસ્ટમને અન્ય સ્થળોએ ફેલાવવી – ફાઉન્ડેશન માટે ઉચ્ચ પ્રાથમિકતા છે. બ્લોગને સમાપ્ત કરતા ગેટ્‌સે કહ્યું કે, તેઓ સ્વાસ્થ્ય, વિકાસ અને આબોહવા ક્ષેત્રે ભારતની પ્રગતિ વિશે પહેલા કરતા વધુ આશાવાદી અનુભવે છે. જ્યારે આપણે ઈનોવેશનમાં રોકાણ કરીએ છીએ ત્યારે શું શક્ય છે તે દેશ બતાવી રહ્યો છે. હું આશા રાખું છું કે ભારત આ પ્રગતિ ચાલુ રાખશે અને તેને વિશ્વ સાથે શેર કરશે.

Follow Me:

Related Posts