બિહાર સરકાર દારૂબંધીના કાયદાને અસરકારક બનાવવા માટે સતત કામ કરી રહી છે. સરકાર દારૂની હેરાફેરી કરનારાઓ અને પીનારાઓ સામે સતત કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરનારાઓની સતત ધરપકડ કરવામાં આવી રહી છે. બીજી તરફ બિહાર સરકારના દારૂબંધી કાયદાના કારણે કેસોની વધતી સંખ્યા પર સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાના નેતૃત્વ હેઠળની બેન્ચે બિહારમાં દારૂની હેરાફેરી સાથે સંબંધિત કેસોની સુનાવણી કરતી વખતે બિહાર સરકારને સખત ઠપકો આપ્યો અને કહ્યું કે આ કેસોએ અદાલતોમાં ગૂંગળામણ કરી છે. પટના હાઈકોર્ટના માત્ર ૧૪-૧૫ જજ જ આ કેસોની સુનાવણી કરે છે. જેના કારણે અન્ય કોઈ કેસની સુનાવણી થઈ શકતી નથી. બિહાર પોલીસ દ્વારા દારૂના કેસમાં ધરપકડ કરાયેલા લોકોની જામીન મેળવવા માટે બિહાર સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. પરંતુ પટના હાઈકોર્ટે તેને જામીન આપી દીધા હતા. બિહાર સરકાર આવા અનેક મામલાઓને લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી જ્યાં નશાબંધી કાયદા હેઠળ મામલો ખુબ ગંભીર હોવા છતાં કોર્ટે આરોપીઓને આગોતરા જામીન આપ્યા હતા.બિહારના નાલંદામાં ઝેરી દારૂ પીવાથી પાંચ લોકોના મોત થયા છે.
પીડિતોના પરિવારજનોએ દાવો કર્યો છે કે તમામના મોત ઝેરી દારૂ પીવાના કારણે થયા છે. મામલો નાલંદા જિલ્લાના સોહસરાય પોલીસ સ્ટેશન વિસ્તારના નાના ટેકરી અને પહાડી તલ્લી મોહલ્લાનો છે. ૩ લોકોની હાલત ગંભીર છે. તેમની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. પીડિતોના પરિવારજનોએ જણાવ્યું કે દારૂ પીધા પછી અચાનક બધાની તબિયત બગડવા લાગી અને તેમનું મોત થઈ ગયું. મળતી માહિતી મુજબ પોલીસ પ્રશાસન આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. પોલિસ અધિકારી સુરેશ પ્રસાદ બાદ સદર ડીએસપી ડૉક્ટર શિબલી નોમાની ઘટનાસ્થળે પહોંચ્યા અને સંબંધીઓ પાસેથી માહિતી લીધી. સાથે સાથે સ્થાનિક લોકોએ આસપાસના વિસ્તારોમાં દારૂ બનાવવાની વાત કરી છે. માનપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના હરગવા ગામમાં, બે લોકોના શંકાસ્પદ સંજાેગોમાં મૃત્યુ થયા છે.
Recent Comments