બિહારના નીતિશકુમારનો કોઈ દુશ્મન કે દોસ્ત નહીં, ખુરશી માટે….
નીતિશ કુમારે આખરે બિહારમાં બીજેપી સાથે ગઠબંધન તોડવાનો ર્નિણય કર્યો. બિહારમાં હવે જેડીયુ, આરજેડી, કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓના મહાગઠબંધનવાળી નવી સરકાર બનશે. જાેકે આ વખતે પણ મુખ્યમંત્રી નીતીશ કુમાર જ બનશે. તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બની શકે છે. તેમણે ગૃહ મંત્રાલયની માગણી કરી છે. બિહારની રાજનીતિમાં થયેલા મોટા ઉલટફેરને અસર દેશની રાજનીતિ પર પણ પડવાની છે. આ ઘટનાક્રમ પછી ૧૧ મોટા સંદેશ સામે આવ્યા છે. બિહારમાં મંગળવારે મોટો રાજકીય ઉલટફેર થયો. નીતીશ કુમારે જેડીયુની યોજાયેલી બેઠકમાં આ ર્નિણય લીધો.
જાેકે આ પહેલીવાર નથી. બીજી વખત નીતીશ કુમારે પોતાના જૂના સહયોગી બીજેપી સાથે સંબંધ તોડ્યો છે. તેની પહેલા નીતીશ કુમાર ૨૦૧૩માં બીજેપીથી અલગ થયા હતા. જાેકે ૨૦૧૭માં તે મહાગઠબંધનનો સાથ છોડીને બીજેપીની સાથે આવી ગયા હતા. બિહારમાં હવે જેડીયુ, આરજેડી, કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓના મહાગઠબંધનવાળી નવી સરકાર બનશે. જાેકે આ વખતે પણ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ બની શકે છે. જ્યારે તેજપ્રતાપને પણ ટીમમાં સ્થાન મળી શકે છે. બિહારની રાજનીતિમાં થયેલા મોટા ઉલટફેરની અસર આખા દેશની રાજનીતિ પર થશે.
આ ઘટનાક્રમથી ૧૧ મોટા સંદેશ નીકળીને બહાર આવ્યા છે.
૧. નીતીશ કુમાર એક એવા નેતા છે જેમનો રાજનીતિમાં કોઈ પરમેનન્ટ દોસ્ત નથી અને કોઈ પરમેનન્ટ દુશ્મન નથી. ૨. નીતીશ કુમારને આશા છે કે તે બીજેપીનો સાથ છોડીને આરજેડીની સાથે આવીને બિહારમાં પોતાનું અસ્તિત્વ સુનિશ્વિત કરી શકે છે. ૩. નીતીશ હવે રાષ્ટ્રીય સ્તરે મોદીના વિકલ્પ તરીકે પોતાની જૂની આશાને ફરીથી પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ૪. વારંવાર યુ-ટર્ન લેવાના કારણે ૨૦૨૨ના નીતીશે ૨૦૧૩ના નીતીશની સરખામણીમાં પોતાનું મહત્વ ઓછું કરી નાંખ્યું છે. ૫. મહાાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારના પતન પછી નીતીશ કુમારે બીજેપી સાથે ગઠબંધન તોડીને વિપક્ષને નવો જાેશ આપવાનું કામ કર્યું છે. ૬. ભાજપ હવે બિહારમાં એક પાર્ટી તરીકે ઉભરવાની પોતાની આશા પર ખુલીને કામ કરી શકશે. ૭. નીતીશનું જવું એટલે વધુ એક જૂના સહયોગીને ગુમાવવો ૨૦૨૪ પહેલાં બીજેપી માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ૮. બીજેપી લાલુ અને વિપક્ષ સામે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન તેજ કરશે. ૯. કોંગ્રેસ જેવી પાર્ટી પાસે બિહાર અને હિંદી ભાષા ક્ષેત્રમાં સીમિત વિકલ્પ છે. પરંતુ તે મોટી સ્થાનિક પાર્ટીઓની સાથે ગઠબંધન કરીને મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ૧૦. હવે નીતીશ કુમાર મમતા, કેજરીવાલ અને ગાંધી પરિવારની સાથે વિપક્ષી નેતૃત્વનો ચહેરો બનનારા ઉમેદવારમાંથી એક છે. ૧૧. નીતીશ કુમારે હાલમાં મહારાષ્ટ્ર જેવા તખ્તાપલટને ટાળી દીધો છે.
Recent Comments