બિહારના પટનામાં પ્રેમીએ પ્રેમિકાને ગોળી મારી દીધી, પોલીસે પ્રેમીને ૧૨ કલાકની ઝડપી પાડ્યો
બિહારની રાજધાની પટનામાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. પ્રેમિકાને તેને ઘરની બહાર ગોળી મારનારા પ્રેમી એક બાળકનો પિતા નીકળ્યો છે. પોલીસે આરોપી પ્રેમીને ૧૨ કલાકની અંદર પિસ્તોલ અને બે કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. આ ધરપકડ પટનાના આલમગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે. પોલીસે ખુલાસો કર્યો છે કે, ધરપકડ આરોપી અભિષેક કુમાર પહેલાથી પરણેલો છે. તેને ત્રણ વર્ષનો એક દીકરો પણ છે. આ વાતની ન તો પ્રેમિકાને જાણકારી હતી, ન તો તેના પરિવારને. હાલમાં પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો છે. હકીકતમાં જાેઈએ તો, આ કિસ્સો કંકડબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના અશોક નગરની છે. અહીં શુક્રવારે કરિયાણાનો સામાન લેવા જઈ રહેલી ૧૫ વર્ષની સગીર છોકરીને ૨૦થી ૨૨ વર્ષના પ્રેમી અભિષેકે ધોળા દિવસે ગોળી મારી દીધી હતી. ગોળી મારવાના કારણનો પોલીસે ખુલાસો કર્યો છે. હકીકતમાં પ્રેમિકાએ છેલ્લા એક અઠવાડીયાથી વાત કરવાની બંધ કરી દીધી હતી. જેનાથી પ્રેમી નારાજ હતો. તેને ધોળા દિવસે રસ્તાની વચ્ચે ગોળી મારી દીધી હતી. જાે કે, ગોળી છોકરીની હથેળીમાં લાગી હતી. તેનાથી તે બચી ગઈ. હાલમાં તેની સ્થિતીમાં સુધારો છે. આરોપી પ્રેમીને સગીર પ્રેમિકા સાથે ફેસબુક પર એક વર્ષ પહેલા પ્રેમ થયો હતો. તેમના સંબંધ વિશે પરિવારને જાણ થઈ ગઈ હતી. તેને લઈને બંનેના પરિવારે લગ્ન માટે હા પાડી દીધી હતી. પણ અચાનક છોકરી પક્ષને કંઈ શંકા ગઈ તો છોકરીને વાત કરવાની ના પાડી દીધી. તેનાથી તેનો પ્રેમી નારાજ હતો. ઘટનાને અંજામ આપવા દરમ્યાન પ્રેમીએ પ્રેમિકાને કહ્યું કે, જાે તું મારી નહીં તો કોઈની પણ નહીં થવા દઉં. પ્રેમિકા પર ગોળી ચલાવી દીધી. જાે કે, આ ગોળી છોકરીના હાથમાં લાગી હતી અને તે માંડ માંડ બચી. તો વળી આરોપી પાસેથી હથિયાર અને ગોળી જપ્ત કરી લીધી છે. આગળની તપાસ ચાલી રહી છે. આરોપી અભિષેકને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
Recent Comments