બિહારના પટનામાં મહિલાઓએ દારૂની ખાલી બોટલોમાંથી બંગડીઓ બનાવી રોજગારી મેળવી
બિહારમાં દારૂના ગેરકાયદેસર વેચાણ અને સેવન સામે વિરોધ પ્રદર્શન કરવા માટે મહિલાઓએ હવે બાંયો ચઢાવી છે. તેઓ હવે ‘ડ્રાય’ રાજ્ય (ઙ્ઘિઅ જીંટ્ઠંી)માં એજન્સીઓ દ્વારા જપ્ત કરાયેલી દારૂની ખાચની બોટલોમાંથી ટ્રિંકેટ બનાવે છે. આ પહેલ જીવિકા સ્વ-સહાય જૂથ ના ૧૫૦ સભ્યો દ્વારા ચલાવવામાં આવે છે. તેઓએ નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા સ્થાપિત મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બે ટન દારૂની બોટલોમાંથી અત્યારસુધીમાં ૭૦,૦૦૦ બંગડીઓ બનાવી ચૂકી છે. ૨૬ નવેમ્બરના રોજ પટના જિલ્લાના સબલપુર ગામમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે આ એકમનું ઉદઘાટન કર્યું હતું. આ પ્લાન્ટમાં રોજની ૮૦,૦૦૦ બંગડીઓ બનાવવાની ક્ષમતા છે. દેશમાં કાચની બંગડીઓના હબ તરીકે ઓળખાતા ફિરોઝાબાદના ટેકનિકલ નિષ્ણાતોની દેખરેખ હેઠળ તેની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રમાં બે ટનની ક્ષમતા ધરાવતી ગેસ આધારિત ભઠ્ઠી આવેલી છે.
આનું સંચાલન ૧૦ મહિલાઓ મારફતે કરવામાં આવે છે, જેમણે આ હેતુ માટે ફિરોઝાબાદમાં તાલીમ લીધી હતી. જીવિકા દ્વારા સંચાલિત ગામના બજારોમાં પટના એરપોર્ટ પર અને હસ્તકલા મેળાઓમાં આ બંગડીઓ વેચવામાં આવશે. જથ્થાબંધ અને છૂટક વેપારીઓ દ્વારા પણ તેમનું વેચાણ કરવામાં આવશે. જીવિકાના સભ્ય સુધા દેવીએ જણાવ્યું હતું કે તેઓ આ સાહસમાંથી સારો નફો મેળવવાની આશા રાખે છે. બિહારના આબકારી કમિશનર ધનજીએ જણાવ્યું હતું કે વિભાગ તમામ સહાય પૂરી પાડશે. જીવિકા એ વિશ્વ બેંકની સહાયથી ચાલતા બિહાર ગ્રામીણ આજીવિકા પ્રોજેક્ટનો એક ભાગ છે, જે રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિકાસ વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા બિહાર ગ્રામીણ આજીવિકા પ્રમોશન સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે.
મધુગ્રામ મહિલા પ્રોડયુસર કંપની લિમિટેડના સીઈઓ મનીષ કુમારે જણાવ્યું હતું કે, પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટ દ્વારા જપ્ત કરવામાં આવેલી બે ટન દારૂની બોટલો સપ્લાય કરવામાં આવી હતી, જેમાંથી ૭૦,૦૦૦ બંગડીઓ તૈયાર કરવામાં આવી છે. આ બંગડીઓ બજારમાં મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ કિંમતો નક્કી કરવા પર ર્નિણય લેવામાં આવશે. બિહારની આ મહિલાઓની મહેનત રંગ લાવી અને જે દારૂની બોટલો તેમના ચૂડલા ભંગાવી રહી છે, તેમાંથી તેમણે બંગડીઓ બનાવવાની આ એક સાહસિક પહેલ શરૂ કરી છે.
Recent Comments