બિહારના દરભંગાની સાઇકલ ગર્લ જ્યોતિ પાસવાનના પિતા મોહન પાસવાનનું મોત થયું છે. કહેવાય છે કે હાર્ટ એટેકના લીધે આજે સવારે મોત થયું છે. જ્યોતિ પાસવાન ગયા વર્ષે કોરોનાકાળ દરમ્યાન લોકડાઉનમાં પોતાના પિતાને સાઇકલ પર બેસાડી ગુડગાંવથી દરભંગા લઇને જવા પર ચર્ચામાં આવી હતી. જ્યોતિના પરિવારે પિતાના મોતની પુષ્ટિ કરી છે.
ગયા વર્ષે લોકડાઉન દરમ્યાન જ્યારે બધું જ બંધ હતું ત્યારે લાખો લોકો પગપાળા કે કોઇ સંસાધનનો જુગાડ કરીને પલાયન કરી રહ્યા હતા. તેમાં જ્યોતિ પણ હતી. દરભંગા જિલ્લાના સિંહવાડા પ્રખંડના સિરહુલ્લી ગામની ૧૩ વર્ષની જ્યોતિ લોકડાઉન દરમ્યાન પોતાના પિતા મોહન પાસવાનને સાઇકલ પર બેસાડી ગુડગાંવથી આઠ દિવસમાં દરભંગા પહોંચી હતી.
જ્યોતિના પિતા મોહન પાસવાનના કાકાનું મોત ૧૦ દિવસ પહેલાં જ થયું હતું. તેમના શ્રાદ્ધ કર્મના ભોજન માટે એક ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચા પૂર્ણ થયા બાદ મોહનભાઇ ઉભા થતા જ પડી ગયા અને તેમનું મોત થઇ ગયું. પરિવારજનોનું કહેવું છે કે મોહન પાસવાનનું મોત હાર્ટ એટેકના લીધે જ થયું છે.
દિલ્હી-દ્ગઝ્રઇમાં મોહન પાસવાન રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું પાલન-પોષણ કરી રહ્યા હતા. જાન્યુઆરી ૨૦૨૦માં તેમનો અકસ્માચ થયો હતો. પછી જ્યોતિ પોતાના પિતાની પાસે દેખભાળ માટે ગઇ હતી. આ દરમ્યાન જ આખા દેશમાં લોકડાઉન લાગી ગયું. ત્યારબાદ ૪૦૦ રૂપિયામાં સાઇકલ ખરીદીને જ્યોતિ પોતાના પિતાને લઇ ગુડગાંવથી દરભંગા પાછી ગઇ હતી.
જ્યોતિ પોતાના પિતા મોહનને બેસાડીને ૮ દિવસમાં અંદાજે ૧૩૦૦ કિલોમીટરની સફર કર્યા બાદ દરભંગા પહોંચી હતી. તેના આ અદમ્ય સાહસથી તેણે દેશ-વિદેશમાં ખૂબ નામ કમાયું. અમેરિકાને તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરીએ પણ જ્યોતિના વખાણ કર્યા હતા. ઇવાંકા ટ્રમ્પે કહ્યું હતું કે આ પ્રકારનું સાહસિક કામ ભારતની દીકરી જ કરી શકે છે.
Recent Comments