બિહારમાં પત્નીના લફરાની જાણ થતા જ પતિએ જ બંને પ્રેમીઓના લગ્ન કરાવ્યા
બિહારના નવાદા જિલ્લાનામાં એક પતિને પત્નીના લફરાની ખબર પડી, બાદમાં બિહારી પતિએ તેની પત્ની અને તેના પરણિત પ્રેમી બંનેના ગામના મંદિરમાં બળજબરીથી લગ્ન કરાવી દીધા હતા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જાેકે વીડિયો મામલે હજું કોઇ પુષ્ટિ થઇ નથી, અને પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે આ મામલે કોઇ એફઆઇઆર પણ નોંધવામાં આવી નથી. જાેકે આ કિસ્સો હાલ તો સમગ્ર બિહારમાં ચર્ચાની એરણે છે. આ મામલો બિહારના નવાદા જિલ્લાના નારદીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કહુઆરા ગામનો છે. અહીં એક યુવક મોડી રાત્રે કોઈ કામ માટે બહાર ગયો હતો, ત્યારે તેની પત્નીનો પ્રેમી તેના ઘરે પહોંચ્યો હતો. વાતની જાણ થતા જ પરિવારજનોએ બંનેને ઝડપી લીધા બાદ બંનેને ખૂબ માર માર્યો હતો, આ વાત સાંભળીને મહિલાના પતિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. જ્યારે પતિ ઘરે પાછો ફર્યો, ત્યારે તે પત્ની અને તેના પ્રેમીને બળજબરીથી મંદિરમાં લઈ ગયો, જ્યાં તેઓના સમાજની વચ્ચે જ ઘડિયા લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. પતિએ બંને યુગલોને રંગે હાથે ઝડપી લીધા બાદ મંદિરમાં પ્રેમીયુગલોના જબરદસ્તી લગ્ન કરાવ્યા, આ સમયે ગામના દરેક સદસ્યો અહીં હાજર હતા. અને, ગ્રામજનો અને સમાજની વચ્ચે જ નાલાયક પ્રેમીએ પરિણીતા સાથે લગ્ન કર્યા અને, લગ્ન કરેલી મહિલાની માંગમાં ફરી લાલ સિંદૂર પુર્યું હતું. સમાજની વચ્ચે જ લગ્ન થતાની સાથે સમાજે તેમને ગામમાંથી હાંકી કાંઢયા હતા. આ સમગ્ર મામલે ગ્રામજનો અને મહિલાના પતિ કંઈપણ કહેવા તૈયાર નથી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પરિણીત મહિલાની માંગ પર તેનો પ્રેમી સિંદૂર ભરતો જાેવા મળી રહ્યો છે.આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે આ મામલે કોઈ ફરિયાદ મળી નથી. મહિલાનો પ્રેમી નવાદાના નારદીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મપના ગઠિયા ગામનો રહેવાસી છે. તે પરિણીત છે અને ૩ બાળકોનો પિતા છે. બીજી તરફ પરણિત મહિલા કહુઆરા ગામની રહેવાસી છે, તેણી બે માસૂમ બાળકોની જનેતા પણ છે. અને, સરકારી અધિકારીઓએ વીડિયો મામલે કોઇ ખુલાસો આપ્યો નથી.
Recent Comments