રાષ્ટ્રીય

બિહારમાં શખ્શે તેના જ મિત્રની હત્યા કરી, તેને ટ્રેનના ડબ્બામાં ફેંકી દેવાયો, જાણો સમગ્ર મામલો

બિહારની રાજધાની પટનામાં ગત ૧૩ ફેબ્રુઆરીના રોજ રેલવે પોલીસે ધનબાદ-પટના ઇન્ટરસિટી એક્સપ્રેસના ડબ્બાની અંદરથી મળેલી લાશનું રહસ્ય ઉકેલવાનો દાવો કર્યો છે. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર યુવકની હત્યા તેના મિત્રની પત્ની સાથેના આડા સંબંધોના કારણે કરવામાં આવી હતી. મિત્રએ પત્નીની મદદથી તેની હત્યા કરી લાશને બોક્સમાં રાખી ટ્રેનમાં મૂકી દીધી હતી. આ કેસમાં રેલવે પોલીસે મૃતદેહને ટ્રેનમાં રાખવામાં મદદ કરનાર મહિલા નિશા કુમારી, તેના પતિ વિકી કુમાર અને તેના મિત્ર બિટ્ટુની ધરપકડ કરી છે.

આ સમગ્ર મામલે, ખુલાસો કરતા પટનાના રેલ્વે એસપી અમૃતેશ ઠાકુરે જણાવ્યું છે કે, શેખપુરા જિલ્લાના રહેવાસી જગત કુમાર મહતો અને વિકી નાનપણથી મિત્રો હતા. વિકીએ તેની પત્ની અને બિટ્ટુ સાથે મળીને તેના મિત્ર દ્વારા ખરાબ નજરે નાખવાને કારણે તેની હત્યા કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાની આ ઘટના ઝ્રૈંડ્ઢ અને ક્રાઈમ પેટ્રોલ જેવી સિરિયલો જાેયા બાદ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, જગતનો મૃતદેહ જનરલ કમ્પાર્ટમેન્ટના ટોયલેટ પાસે મળી આવ્યો હતો. આ મામલે પટનાની રેલવે પોલીસે ૮૬/૨૩ નો કેસ નોંધ્યો છે.

જાેકે, આ કેસમાં સૌથી મોટો પડકાર મૃતકની ઓળખ કરવાનો હતો. રેલવે પોલીસે ઓળખ માટે આસનસોલથી ધનબાદ સુધીના આરપીએફ કમાન્ડન્ટનો સંપર્ક કર્યો હતો. આ સિવાય પટનાથી ધનબાદ સુધીના તમામ સ્ટેશનોના રેલવે સ્ટેશન પર વાયરલેસ દ્વારા મેસેજ પણ મોકલવામાં આવ્યા હતા. જાેકે, કેટલીક જગ્યાએ જાહેરાતો પણ આપવામાં આવી હતી.

બીજી બાજુ જગત કુમાર પ્રસાદના પરિવારના સભ્યો ખૂબ જ ચિતિંત હતા કારણ કે, ૧૨ ફેબ્રુઆરીએ જગત કોલકાતાથી તેમના ઘરે જવા માટે નીકળ્યો હતો, પરંતુ ૧૩ ફેબ્રુઆરીએ તે તેમના ઘરે પહોંચી શક્યો ન હતો. આ પછી પરિવાર દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. આ બાદ, પરિવારને પટનામાં તેની લાશ હોવાની માહિતી મળતા સંબંધીઓએ પટના રેલવે પોલીસનો સંપર્ક કર્યો અને મૃતકની ઓળખ જગત કુમાર તરીકે થતા, સમગ્ર હત્યાનો ભેદે ઉકેલાયો હતો.

Related Posts