બિહારમાં ૧૧ વર્ષના શાહબાઝે તિરાડ પડેલા રેલવે ટ્રેકને જોઈને લાલ રૂમાલ બતાવીને ટ્રેન રોકીને ૧૫૦૦ મુસાફરોના જીવ બચાવ્યા
એક બાળકની સુજબૂજથી બિહારના સમસ્તીપુરમાં એક મોટી દુર્ઘટનાં સર્જાતા રહી ગઈ હતી. ૧૧ વર્ષના શાહબાઝે તિરાડ પડેલા રેલવે ટ્રેકને જોઈને લાલ રૂમાલ બતાવીને ટ્રેન રોકીને ૧૫૦૦ મુસાફરોના જીવ બચાવ્યા હતા. આ યુવક તેની બહાદુરીનાં કામને લઈ હાલ ખૂબ જ ચર્ચામાં છે. લોકો હવે તેમનું સન્માન કરવા આવી રહ્યા છે. આ જ રેલવે તેને ઈનામ આપવાની વાત પણ કરી રહી છે. તમને જણાવી દઈએ કે ગત શનિવારે સમસ્તીપુર મુઝફ્ફરપુર રેલ્વે સેક્શનના ભોલા ટોકીઝ ગુમતી નંબર ૫૩એ થી અમુક અંતરે રેલ્વે ટ્રેકમાં તિરાડ પડી હતી. દરમિયાન ન્યૂ કોલોની વોર્ડ નંબર ૨૭માં રહેતા મો શકીલનો પુત્ર શાહબાઝ તેના પિતાને નાસ્તો આપીને રેલવે ટ્રેક પરથી ઘરે પરત ફરી રહ્યો હતો. પછી તેની નજર તિરાડવાળા રેલવે ટ્રેક પર પડી.
૧૧ વર્ષના બાળકે પોતાની સુજબૂજથી લાલ રંગનું કપડું બતાવીને સમસ્તીપુરથી મુઝફ્ફરપુર જતી ૧૩૦૧૯ કાઠગોદામ એક્સપ્રેસને રોકવાનો સંકેત આપ્યો. આ દરમિયાન શાહબાઝ પણ ઘાયલ થયો હતો પરંતુ તે ટ્રેન રોકવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન ટ્રેનનું એન્જિન તૂટેલા પાટા પરથી પસાર થઈ ગયું હતું. જ્યારે ટ્રેન ડ્રાઈવરે લાલ રૂમાલ બતાવવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે ટ્રેક તૂટી ગયો છે. આ પછી કાઠગોદામ એક્સપ્રેસના ડ્રાઈવરે તરત જ કંટ્રોલને જાણ કરી. ત્યારપછી સમસ્તીપુર રેલવે ડિવિઝનના એન્જિનિયરિંગ વિભાગના કર્મચારીઓએ આવીને રેલવે ટ્રેકનું સમારકામ કર્યું અને ૪૫ મિનિટ પછી ટ્રેનને રવાના કરી હતી.
શાહબાઝની બહાદુરી જોઈને રેલવે દ્વારા પણ તેનું સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્તીપુર રેલ્વે વિભાગના ડીઆરએમ વિનય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે બાગ એક્સપ્રેસ સમસ્તીપુરથી કરપુરી ગામ તરફ ૨૫ થી ૩૦ કિલોમીટરની ઝડપે જઈ રહી હતી તે સમયે રેલવે ટ્રેકમાં ઊભી તિરાડ જોવા મળી હતી. અડધો કલાકમાં ટ્રેક રીપેર થઈ ગયો. ત્યારબાદ તમામ ટ્રેનો ચાલવા લાગી. ડીઆરએમએ કહ્યું કે બાળકે ખૂબ સારું કામ કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક નાના બાળકમાં આવી જ જાગૃતિ આવે. દરેક વ્યક્તિએ દેશની સુરક્ષામાં યોગદાન આપવું જોઈએ. આ કારણથી શાહબાઝને બુધવારે બોલાવીને પ્રમાણપત્ર સાથે અભ્યાસ સામગ્રી આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
Recent Comments