રાષ્ટ્રીય

બિહાર, ઝારખંડમાંથી ૧૦૦ કરોડની બ્લેક મની ઝડપાઈ

દરોડા દરમ્યાન જપ્ત કરાયેલા તમામ દસ્તાવેજી પૂરાવા સ્પષ્ટ સંકેત કરતા હતા કે જે બિન હિસાબી રોકડ રકમ હતી તે અન્ય શહેરોમાં સ્થાવર મિલ્કતોની ખરીદી કરવામાં ઉપયોગમાં લેવાઇ હતી. તે ઉપરાંત ગ્પૂપના સભ્યોના વ્યક્તિગત ખર્ચા માટે રોકડ રકમનો ઉપયોગ થયો હતો. દરોડા દરમ્યાન એ પણ જાણવા મળ્યું હતું કે કમિશન એજન્ટે અને બોગસ બિલ પૂરા પાડતા વેપારીઓ પણ કરોડોની કરચોરી કરી હતી એમ અકબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું.ઇન્કમ ટેક્સ (આઇટી) ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા બિહાર અને ઝારખંડમાં રોડ કન્સ્ટ્રક્શનનું કામ કરતાં કોન્ટ્રાક્ટરના નિવ્સાસ સ્થાને અને ઓફિસમાં ગત સપ્તાહે પાડેલા દરોડામાં કોન્ટ્રાક્ટરની રૂ. ૧૦૦ કરોડની કાળી કમાણી મળી આવી હતી એમ સેન્ટ્રલ બ્યુરો ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું. આ દરોડા ગત ૨૭ ઓક્ટોબરના રોજ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં જુદા જુદા ઠેકાણે પાડવામાં આવ્યા હતા. દરોડા દરમ્યાન રૂ. ૫.૭૧ કરોડ રોકડ મળી આવ્યા હતા અને બસ બેંકમાં આવેલા લોકરની ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા એમ સીબીડીટીની યાદીમાં કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માટે તમામ નીતિ સીબીડીટી દ્વારા ઘડવામાં આવે છે. દરોડા દરમ્યાન અધિકારીઓને જાણવા મળ્યું હતું કે રોડ કન્સ્ટ્રક્શનનું કામ કરતું આ ગુ્રપ ખરીદ કરેલા મટિરિયલ્સની ખરીદ કિંમત ખુબ ઉંચી દર્શાવી તેઓના નફાને દબાવી દેતાં હતા અને બાદમાં આ ખરીદેલું મટિરિયલ્સ બજારમાં વેચી દેતાં અને તેનાથી જે આવક થતી તેનો કોઇ હિસાબ રાખતું નહી. તેઉપરાંત આ ગૂ્રપના અન્ય બિઝનેસના ખર્ચા ખુબ ઉંચા દર્શાવી આવક-જાવક સરભર કરાવી પ્રવૃત્તિમાં પણ સંડોવાયેલું હતું. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં આ ગૂ્રપને મદદ કરનાર એક કમિશન એજન્ટની પાસેથી હાથે લખેલી એક ડાયરી પણ મળી આવી હતી જેને જપ્ત કરી લેવામાં ાવી હતી એમ અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું. આ ગૂ્રપ કોન્ટ્રાક્ટ કરેલી રકમ પણ ઓછી દર્શાવતું હતું અને સર્વિસ પેટે થયેલી ાવક પણ ઘણી ઓછી દર્શાવતું હતું. તે ઉપરાંત ગૂ્રપના રોજમેળ અને ખાતાવહીમાં પણ અનેક પ્રકારના ગોટાળા હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ખર્ચના વાઉચર્સ, ખરીદેલા માલના બિલો, વેચાણ કરેલા મટિરિયલ્સના બિલો અને જરૂરી દસ્તાવેજ પણ સાચવવામાં આવ્યા નહોતા.

Related Posts