બીઆઈએસ લાઇસન્સ ફરજિયાત થતાં હવે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં લાઇસન્સ લેનારની સંખ્યા ૪ હજારથી ઉપર પહોંચી છે. જાેકે જેમણે લાઇસન્સ લીધા છે તે હવે પોતાના બિલ પર બીઆઈએસ નંબર લખે છે. હવે એચ.યુ.આઈ.ડી. નંબર પરથી લાઇસન્સ કોનું છે, હોલમાર્કિંગ સેન્ટર ક્યાં આવેલું છે તે તમામની માહિતી મળી જશે.
સામાન્ય રીતે સોનાની શુદ્ધતા અંગે સૌ કોઇને મનમાં અનેક સવાલો થતા હોય છે. હવે આ સમસ્યા અને સવાલનું નિરાકરણ માત્ર ૬૦ સેકન્ડમાં મળી જશે. સોનાના દાગીના પર જે હોલમાર્ક થાય છે તે અસલી છે કે નકલી, સોનાનો દાગીનો કોને બનાવ્યો છે તે સહિતની બાબતની જાણકારી લોકોને ઓન ધી સ્પોટ મળી રહે તે માટે બીઆઇએસ દ્વારા બીઆઈએસ કેર નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં એચ.યુ.આઈ.ડી. નંબર નાખવાથી હોલમાર્કિંગ સેન્ટરની તમામ વિગતો આવી જશે. હોલમાર્ક કરનાર અસલી છે કે નકલી તે પણ તુરંત જ ખબર પડી જશે. આ સિવાય સોનાનો દાગીનો કોને બનાવ્યો તેને પણ માત્ર ગણતરીની મિનિટોમાં જ જાણી શકાશે.
કોઇને સોનાની શુદ્ધતા અંગે કોઇ પ્રશ્ન થાય કે કોઇ પણ શંકા જાય તો આ અંગે ઓનલાઈન ફરિયાદ પણ કરી શકાશે. જાેકે પહેલા આ બધી માહિતી વેબસાઈટ પરથી મેળવી શકાતી હતી, પરંતુ તેમાં ઘણો સમય નીકળી જતો હતો. હવે એપ્લિકેશનને કારણે પહેલા કરતા સરળતા થશે. તેમ બીઆઈએસ વિભાગના વૈજ્ઞાનિક એસ.ડી.રાણેએ જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર- કચ્છમાં ૧૭૦ વેપારીને ત્યાં હોલમાર્કિંગ મુદ્દે ચેકિંગ કરવામાં આવ્યું છે અને સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે. જાેકે હાલ તેને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. હાલ સૌરાષ્ટ્ર-કચ્છમાં ચેકિંગ ચાલુ છે. જેમાં રાજકોટ, અમરેલી, મોરબી અને જામનગરમાં હાલમાં તપાસ ચાલુ છે.
Recent Comments