બીએસએનએલની ઈન્ટરનેટ સેવા ખોરવાતા ભાવનગરની એમકેબી યુનિવર્સિટીની વેબસાઇટ થોડા સમય માટે ઠપ થઇ
બીએસએનએલના ભાવનગર-અમદાવાદ, ભાવનગર-રાજુલા અને અમરેલી-રાજકોટ વચ્ચેના ફાયબર ઓપ્ટિક કેબલમાં ખોટકો સર્જાતા ઇન્ટરનેટ કનેકશનો મુંગામંતર બની ગયા હતા. ઇન્ટરનેટર બંધ થવાને કારણે અનેક ગ્રાહકો, વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
યુનિવર્સિટીની વેબસાઇટ બંધ થવાનું મુખ્ય કારણ યુનિવર્સિટીને પ્રોવાઈડ કરતી બીએસએનએલ ઈન્ટરનેટની સેવા બંધ હોવાને કારણે યુનિવર્સિટીની વેબસાઇટ બંધ થઈ ગયું છે અને યુનિવર્સિટી તરફથી કોઈ પ્રકારનો નથી તેમ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ પરીક્ષાઓ માટે તારીખ ૧લી માર્ચ સુધીમાં આ પરીક્ષાઓ માટે કુલ ૧૫,૩૪૩ ફોર્મ ઓનલાઈન ભરાઈ ચૂક્યા છે. યુનિ.ની વેબસાઇટ બંધ રહેશે તેટલો સમય વધારો આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં મુશ્કેલી રહેશે નહીં.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની રેગ્યુલર સ્નાતક કક્ષાના સેમેસ્ટર ૪ અને ૬ તેમજ અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર-૪ તેમજ બીએડ અને બીએડ એચ આઈ સેમેસ્ટર ૪ની પરીક્ષાના આવેદનપત્રો તારીખ ૨૩ ફેબ્રુઆરીથી તારીખ ૪ માર્ચ દરમિયાન ઓનલાઈન ભરવામાં આવી રહ્યા છે જેમાં યુનિવર્સિટીની વેબસાઇટ બંધ થઈ જતા વિદ્યાર્થીઓને દોડધામ થઇ હતી અને આ અંગે રજુઆત કરવામાં આવતા વિદ્યાર્થીઓને આગામી સમયમાં પરીક્ષા ફોર્મ ભરવા માટે વધારાના દિવસો આપવામાં આવ્યું છે તેમ કુલસચિવે જણાવ્યું છે.
Recent Comments