કચ્છના હરામી નાળા વિસ્તારમાંથી ૪ પાકિસ્તાની માછીમાર ઝડપાયા હોવાની માહિતી મળી રહી છે.આ પાકિસ્તાની માછીમારો હરમીનાળા વિસ્તાર પિલર નંબર ૧૧૬૫ તેમજ ૧૧૬૬ વચ્ચેના ક્ષેત્રમાં ઝડપાયા હોવાની હાલ માહિતી મળી રહી છે.આ ઓપરેશનમાં બીએસએફના જવાનોએ પાકિસ્તાની બોટ કબજે કરી હોવાની માહિતી મળી રહી છે. ભૂજની બીએસએફ ની ટીમ દ્રારા આ મહત્વની કામગીરી કરવામાં આવી છે અને જેને પગલે માછીમારોની ઘૂસણખોરીના પ્રયાસને ફરી એકવાર નિષ્ફળ બનાવ્યો છે. બીએસએફ ના વિશેષ દળના જવાનોએ પાક.માછીમારોને ઝડપી પાડ્યા હોવાની અહેવાલ મળી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત છે.આ બોટની વધુ તપાસ કરવામાં આવશે.હાલતો કોઇ પણ એવી શંકાસ્પદ સામગ્રી મળી આવી ન હતી.પરંતુ હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.
બીએસએફે ઘુસણખોરી કરતા ૪ પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા

Recent Comments