ગુજરાત

બીએસસી નર્સિંગ વિદ્યાર્થીઓને ધો.૧૨ના મેરીટ પ્રમાણે પ્રવેશ અપાશે

રાજ્ય સરકારે બી.એસ.સી નર્સિંગ કરતા વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો અને મહત્વનો ર્નિણય કર્યો છે. જેમાં બી.એસ.સી નર્સિંગ કરવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૨ ના મેરીટ પ્રમાણે પ્રવેશ આપવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણય થી રાજ્યના ઘણા વિદ્યાર્થીઓને ફાયદો થશે.

બીએસસી નર્સિંગ માટે નીટની પરીક્ષા જરૂરી ગણાશે નહી. પરંતુ ધોરણ ૧૨ના રીઝલ્ટ પ્રમાણે પ્રવેશ આપવાની મહત્વની જાહેરાત ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કરી છે.

અગાઉ મેડિકલ, ડેન્ટલ બાદ કેન્દ્ર સરકારે આયુર્વેદ-હોમિયોપેથીમાં પ્રવેશ માટે નીટને ફરજીયાત કરી દેવાઇ હતી.પરંતુ હવેથી બી.એસ.સી નર્સિંગમાં જવા માંગતા વિદ્યાર્થીઓએ નીટ આપવી ફરજીયાત નથી. મેડિકલ-ડેન્ટલ સિવાયના પેરામેડિકલના આયુર્વેદ, હોમિયોપેથી,નેચરોપેથી, ફીઝિયોથેરાપી સહિતના કોર્સીસમાં પ્રવેશ માટે ધો.૧૨ના બોર્ડ પરીક્ષાના પરિણામને જ ધ્યાને લઈને મેરિટ તૈયાર કરવામાં આવતું હતું. પરંતુ બે વર્ષ પહેલા કેન્દ્ર સરકારે મેડિકલ-ડેન્ટલ સાથે પેરામેડિકલના આયુર્વેદ-હોમિયોપેથી અને ત્યાર બાદ નેચરોપેથીને પણ નીટ પરીક્ષા હેઠળ આવરી લીધાં હતાં. આ ત્રણેય કોર્સ માટે પણ નીટ ફરજીયાત કરી દેવાઈ હતી.

Follow Me:

Related Posts