fbpx
બોલિવૂડ

બીગ બોસના પૂર્વ કન્ટેસ્ટન્ટ અને વિવાદાસ્પદ સ્વામી ઓમનું નિધન

ટીવી રિઆલિટી શો બિગ બોસમાં જાેવા મળેલ સ્વામી ઓમનું આજે નિધન થયું છે. રિપોટ્‌ર્સ અનુસાર વિતેલા કેટલાક સમયથી તેની તબિયત ખરાબ ચાલી રહી હતી. તે એમ્સમાં ભરતી થયા હતા અને આજે તેનું નિધન થયું. સૂત્રોને મળેલ જાણકારી અનુસાર તેને પેરાલિસિસ થયું હતું અને તેની અસર અડધા શરીર પર હતી.

તમને જણાવીએ કે, સ્વામી ઓમ ૨૦૧૭માં બિગ બોસમાં જાેવા મળ્યા હતા. આ સીઝનમાં તેમના કારણે ઘણો વિવાદ થયો હતો. આ સોમાં તે ઘણી વકત પોતાની મર્યાદા ઓળંગી જતા હતા. આ જ કારણે તેને ઘરમાંથી બહાર કરવામાં આવ્યા હતા. બિગ બોસમાં ગયા બાદ અનેક હિંદુ સંગઠનોએ સ્વામી ઓમનો બહિષ્કાર પણ કર્યો હતો. સ્વામી ઓમે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં નવી દિલ્હી લોકસભા સીટથી ચૂંટણી લડ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હિંદુ વિરોધી વલણની વિરૂદ્ધ ચૂંટણી લડી રહ્યા છે.

Follow Me:

Related Posts