fbpx
બોલિવૂડ

બીગ બોસ ૧૬ વિનર MC સ્ટેને આ બાબતમાં વિરાટ કોહલીને પાછળ છોડ્યો

સ્ઝ્ર સ્ટેને વિવાદિત રિયાલિટી શો ‘બિગ બોસ ૧૬’ની ટ્રોફી જીતી લીધી છે. તે વિજેતા બનતા તેના ફેન્સ ખુબ જ ખુશ છે, જ્યારે કેટલાક લોકો તેને ટ્રોફીને લાયક ગણતા નથી. લોકો તેની જીત અયોગ્ય માની રહ્યા છે. જાે કે, એમસી સ્ટેનની ફેન ફોલોઇંગ એટલી જાેરદાર છે કે બિગ બોસ હાઉસમાં બહુ એક્ટિવ ન હોવા છતાં તેણે આ શો જીતી લીધો છે. એમસી સ્ટેન ભારે મતો સાથે ‘બિગ બોસ ૧૬’ નો વિજેતા બન્યો હતો.

જેના કારણે તેના ફેન્સ ઘણા ખુશ છે. સ્ટેનના વિજેતા બનવાની સાથે સાથે સોશિયલ મીડિયા પર વધુ એક ચર્ચા થઇ રહી છે. હવે સ્ટેનની લોકપ્રિયતામાં વધુ વધારો થયો છે. તેણે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. આવો દાવો તેના ચાહકો કરી રહ્યા છે. કઈ બાબતે સ્ટેને વિરાટ કોહલીને પાછળ છોડી દીધો? તે જાણો.. વિજેતા બન્યા બાદ સ્ટેને સોશિયલ મીડિયા પર લેટેસ્ટ પોસ્ટ શેર કરી હતી. વિરાટની ફેન ફોલોઇંગ ખૂબ જ મોટી હોવા છતાં તેને તાજેતરની પોસ્ટમાં સ્ટેન કરતા ઓછા લાઇક્સ મળ્યા છે. એમસી સ્ટેનની લેટેસ્ટ પોસ્ટને ૪૦ લાખ લોકોએ લાઇક કરી હતી, તો વિરાટની લેટેસ્ટ પોસ્ટને માત્ર ૨૦ લાખ લાઇક્સ જ મળી છે. સ્ટેનના એક ફેન પેજ પરથી બંનેની લેટેસ્ટ પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે.

તસવીરમાં સ્ટેન સલમાન ખાન સાથે જાેવા મળી રહ્યો છે, જ્યારે વિરાટની પોસ્ટમાં તે મેદાન પર જાેવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાનું એક વર્ગ સ્ટેનની જીતના કારણે ગુસ્સામાં છે. એક યુઝરે કહ્યું કે, એમસી સ્ટેન જંગી વોટથી જીત્યો હતો, પરંતુ શું તે તેના લાયક હતો? શિવ ઠાકરે અને પ્રિયંકા ચહર ચૌધરી આ શોમાં દિલથી રમ્યા હતા.

આવી રીતે તો વિરાટ કોહલી બિગ બોસ હાઉસમાં સાડા ચાર મહિના સુધી સુઇ રહે તો પણ તે જીતી જશે, ઇન્વોલમેંટની કોઈ વેલ્યુ જ નથી. અન્ય એક યુઝરે જવાબ આપ્યો હતો કે, વિરાટ કોહલીને ઊંઘતો જાેયા બાદ પણ લોકો તેના પર પ્રેમ વરસાવશે. જ્યારે એક યુઝરે સ્ટેન અને વિરાટની તુલના ન કરવાની સલાહ આપી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, ઈન્સ્ટા પર સ્ઝ્ર સ્ટીનની ફેન ફોલોઈંગ ૮૮ લાખ છે, જ્યારે વિરાટ કોહલીને ૨૩.૬ કરોડ લોકો ફોલો કરે છે.

Follow Me:

Related Posts