બગસરા દાન જગત નો પ્રાકૃતિક ધર્મ છે વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સર્વોદય પાત્ર કાર્યક્રમ સરસ રીતે ચાલી રહ્યો છે. મને ભગવાને જે કાંઈ આપેલ છે તેમા થી એક મૂઠી અનાજ જરૂરીયાત વાળા લોકો માટે આપું જે દરરોજ જમતા પહેલા એક બરણીમાં એક મૂઠી અનાજ નાખીશ, જે જરૂરિયાત મંદ ગરીબ પરીવાર ને સન્માન સાથે ભેટ આપીશ, આજે ૩૦૦ થી વઘારે બાળકો, બહેનો અને નાગરિકો સર્વોદય પાત્ર માં અનાજ નાખી રહ્યા છે જે જરૂરિયાત મંદ ગરીબ લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ. આ સંવેદનશીલતા વિકસાવતા કાર્યક્રમ ની આપણે સૌ અનુમોદના કરીએ તેવી વિનંતી છે બગસરા: કુલીનભાઈ લૂઠીયા, માનવ જ્યોત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ ના સહયોગથી, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સ્લમ વિસ્તાર ના ગરીબ પરિવારના લોકો ને દિવાળી ના પવિત્ર દિવસો માં વિનામૂલ્યે કપડાં વિતરણ કરવામાં આવેલ ૩૦૦ થી વઘારે લોકો ને મદદરૂપ થવાની સંસ્થા પરીવાર ને તક મળી, એનો આનંદ છે કુલીનભાઈ લૂઠીયા એ ખરેખર ગરીબોનાં બેલી છે જે સર્વોદય પાત્ર એકમુઠી અનાજ આવી નાની પણ નાવીન્ય સેવા વિશાળ સમૂહ સુધી પહોંચી રહી છે અને માનવીય સંવેદના વ્યક્ત કરતી સર્વોદય પાત્ર એકમુઠી અનાજ બીજા ના દિલ માં દીવો પ્રગટાવતી દિવાળી ખરેખર ગરીબો ના ઘેર પણ ઉજાસ ફેલાવતી નાની પણ નાવીન્ય સેવા હદયસ્પર્શી રહી છે
બીજાના દિલમાં દીવો કરતી દિવાળી સર્વોદયપાત્ર એકમુઠી અનાજ સેવા ગરીબોના ઘેર ઉજાસ આપી રહી છે

Recent Comments