ગુજરાત

બીજા લગ્ન કરી તરછોડી મૂકવાના આક્ષેપ સાથે GST કમિશનરની પત્નીના કચેરી બહાર ધરણાં

પોતાના પતિ બીજા લગ્ન કરી તરછોડી મૂક્યાના આક્ષેપ સાથે ગાંધીધામ GST કમિશનરના પત્ની જીએસટી કચેરી બહાર ધરણાં પર બેઠા હતા. ગાંધીધામ જીએસટી કમિશનર આનંદકુમાર પુલપાકાના પત્ની ગુરુવારે સાંજથી દીકરીને લઈ GST ભવન સામે પતિ વિરુધ્ધ જ ધરણાં પર બેસી જતાં કમિશનરના ઘર પરિવારનો અંગત મામલો ચર્ચાયો હતો. પતિ આનંદ કુમાર પોતાની સાથે વીસ વર્ષથી અન્યાય કરી રહ્યો હોવાનું જણાવી પત્ની રત્નાએ પોતાને અને દીકરીને તેમની સાથે ઘરમાં રહેવા દેવાની માંગણી કરતાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરતાં ભારે ‘જોવા’ જેવી થઈ હતી. પતિની નીતિ-રીતિથી ત્રસ્ત પત્ની રત્નાએ પત્રકારો સમક્ષ પતિ વિશે હિન સ્તરના આરોપ લગાડ્યાં હતા. એટલું જ નહીં પતિને સૂચક સંદેશ આપવા ‘આદમી બનો’ ‘અમને પાછાં રાખો’ જેવા કટાક્ષયુક્ત પ્લેકાર્ડ ધરણાં સ્થળે પ્રદર્શિત કર્યાં હતા રત્ના પુલપાકાએ જણાવ્યું કે “પતિ આનંદ કુમારે છૂટાછેડાં આપ્યાં વગર બીજા લગ્ન કરી લીધાં છે. બીજા લગ્નથી તેમને બે-ત્રણ બાળકો છે. તેઓ બીજી પત્ની અને સંતાનો સાથે રહે છે અને મને તેમજ મારી દીકરીને ઘરમાંથી કાઢી મૂક્યાં છે. હું અને મારી દીકરી પતિ જોડે રહેવા ઈચ્છીએ છીએ.”

Related Posts