બીજી પત્નીના દિકરાનું ‘મુસ્લિમ નામ’ રાખવા પર ટ્રોલ થયો અરમાન મલિક
યુટ્યુબર અરમાન મલિક બીજી વખત પિતા બન્યો છે. અરમાનની બીજી પત્ની કૃતિકા મલિકે દિકરાને જન્મ આપ્યો છે. આ સાથે સમગ્ર મલિક પરિવારમાં ખુશીઓ છવાઇ ગઇ છે. અરમાન દરરોજ તેની યુટ્યુબ ચેનલ પર નવા નવા વ્લોગમાં દિકરા સાથે સંબંધિત અપડેટ્સ શેર કરતો રહે છે. તે જ સમયે, જ્યાં ફેન્સ તેને અને કૃતિકાને ખૂબ અભિનંદન આપી રહ્યા છે, તો બીજી તરફ, ઘણા લોકોએ યુટ્યુબરને પણ ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. શું છે સમગ્ર મામલો?ઃ જણાવી દઈએ કે અરમાન મલિકે તેના પરિવાર સાથે મળીને બાળકનું નામ ઝૈદ મલિક રાખ્યું છે. આ માટે જ તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે જ્યારે અરમાન હિન્દુ છે તો તેણે પોતાના બાળકનું નામ મુસ્લિમ કેમ રાખ્યું છે? હવે, યુટ્યુબરે આવા લોકોને જાેરદાર જવાબ આપ્યો છે. અરમાન મલિકે તેના લેટેસ્ટ વ્લોગમાં કહ્યું કે, ‘હું તમામ ધર્મોને સમાન માનું છું. હિંદુ અને મુસલમાન બધા ભાઈઓ છે.
લોકોને એ વાતથી તકલીફ થઈ રહી છે કે મેં મારા બાળકનું નામ ઝૈદ કેમ રાખ્યું છે, પરંતુ હવે હું મારા આવનારા બે બાળકોના નામ અલગ-અલગ ધર્મ પર રાખવા જઈ રહ્યો છું. હું તેમાંથી એકનું નામ શીખ અને એકનું નામ ઈસાઈ રાખીશ… જ્યારે ભારત એક છે તો બધા ધર્મો પણ એક છે…’ આ જવાબ સાથે અરમાન મલિકે ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી છે. તે જ સમયે, યુટ્યુબરની આ વિચારસરણીને કારણે, નેટીઝન્સ તેના વખાણ કરતા થાકતા નથી. આ સિવાય ઘણા લોકોએ તેની પહેલી પત્ની પાયલ મલિકની (ઁટ્ઠઅટ્ઠઙ્મ સ્ટ્ઠઙ્મૈા) ડિલિવરી અંગે પણ એક્સાઇટમેન્ટ બતાવી છે. જણાવી દઇએ કે અરમાન મલિકની પોપ્યુલારિટીનું કારણ તેની બે પત્નીઓ છે. અરમાન મલિકે પહેલા પાયલ મલિક સાથે લગ્ન કર્યા અને પછી થોડા વર્ષો પછી તેની બેસ્ટ ફ્રેન્ડ કૃતિકા મલિક સાથે લગ્ન કર્યા. જણાવી દઈએ કે અરમાન ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે તેની બંને પત્નીઓ લગભગ એક જ સમયે ગર્ભવતી થઈ ગઈ. જે બાદ પણ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો.
Recent Comments