બીજી લહેર કરતા ત્રીજી લહેરમાં રાજકોટ શહેરમાં પોઝીટીવ રેશિયો વધુ
રાજકોટ ગ્રામ્યમાં ગઇકાલે નવા ૫૬ કેસ આવ્યા હતા જે મંગળવારની સરખામણીએ ઓછા છે. ગ્રામ્યમાં ધોરાજી બાદ ગોંડલમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો અને હવે બંને તાલુકામાં એકસરખા કેસ આવી રહ્યા છે. જ્યારે જામકંડોરણામાં પણ ૮ કેસ આવ્યા છે. જાેકે ગ્રામ્ય વિસ્તારમાં હજુ પોઝિટિવિટી રેશિયો ૩ ટકાએ પણ પહોંચ્યો નથી અને હાલ ૪૧૩ એક્ટિવ કેસ છે. જેમાંથી માત્ર ૮ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ધોરાજીમાં કોવિડ પોઝિટિવ કેસોમાં સતત વધારો થતાં નાયબ કલેક્ટરે સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસો વધતાં તંત્ર દ્વારા નિયંત્રણ સહિતના પગલાઓ ભરાયા છે. ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં સારવાર સહિતની વ્યવસ્થાઓ અંગે ધોરાજી નાયબ કલેક્ટર જી.વી.મિયાણી સહિતના અધિકારીઓની ટીમે મુલાકાત લઈને સમીક્ષા કરી હતી.
તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલની નાયબ કલેક્ટર જી.વી.મિયાણીએ મુલાકાત લઇ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી જરૂરી સુચના આપી હતી. ધોરાજીના નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓની ટીમે સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ વસેટીયને યોગ્ય વ્યવસ્થા માટે જણાવ્યું હતું. ધોરાજી સરકારી હોસ્પિટલમાં ૯૦ બેડ સાથેનો કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં પાંચ વેન્ટિલેટર બેડ, તેમજ ઇ્-ઁઝ્રઇ લેબ, ઓક્સિજન પ્લાન્ટ અને ઇમરજન્સી માટે ઓક્સિજન સિલિન્ડર તૈયાર રાખવામાં આવ્યા હોવાની માહીતી આપી હતી. આ તકે સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.જયેશ વેસેટીયન, ડો.રાજબેરા, ડો.સુહાનીબેન, મમતાબેન માવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે. મંગળવારે ૨૪૪ કેસ બાદ બુધવારે ૩૧૯ કેસ આવ્યા હતા. આ સાથે શહેરમાં પોઝિટિવિટી રેશિયો રેકોર્ડ સ્તરે છે.
બીજી લહેર કે જ્યારે સૌથી વધુ કેસ આવી રહ્યા હતા ત્યારે પોઝિટિવિટી રેશિયો ૫ ટકા સુધી પહોંચી ગયો હતો પણ હાલ ૫૦૦૦ની આસપાસ ટેસ્ટ કરાતા પણ ૩૧૯ કેસ આવતા ૬ ટકા રેશિયો આવ્યો છે જે સૌથી વધુ છે. રાજકોટ શહેરમાં ગઇકાલે ૩૧૯ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા ૧૬૬૮ થઇ છે. જાેકે ૧૬૮ને ડિસ્ચાર્જ પણ કરાતા હવે એક્ટિવ કેસની સંખ્યા પણ ઝડપથી ઘટશે તેવી શક્યતા છે. કેસની સંખ્યા વધી રહી છે પણ હોસ્પિટલાઈઝેશન ખૂબ ઓછું હોવાથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ માત્ર ૧૭ જ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
Recent Comments