fbpx
રાષ્ટ્રીય

બીજી વખત નોટિસ આપવા ક્રાઈમ બ્રાંચ અરવિંદ કેજરીવાલના આવાસ પર પહોંચી

હોર્સ ટ્રેડિંગના આરોપોના કેસની તપાસ કરવા ક્રાઈમ બ્રાંચ નોટિસ આપવા ઝ્રસ્ આવાસ પહોંચી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે ફરી એકવાર આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપોના કેસની તપાસ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચના એસીપી કેજરીવાલના ઘરે નોટિસ આપવા પહોંચ્યા છે, પરંતુ મુખ્યમંત્રી આવાસ પર હાજર અધિકારીઓ પોલીસની નોટિસ સ્વીકારવા તૈયાર નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ પાર્ટી તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. કેજરીવાલે કહ્યું કે, તેમના ૨૧ ધારાસભ્યોને તોડવાની યોજના છે.

આ અંગે તેમના સાત ધારાસભ્યોનો પણ સંપર્ક કરવામાં આવ્યો. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર છઝ્રઁ ક્રાઈમ બ્રાન્ચ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી ગયા છે, પરંતુ સીએમ ઓફિસ નોટિસ લેવા તૈયાર નથી, જ્યારે ક્રાઈમ બ્રાન્ચ કેજરીવાલને વ્યક્તિગત રીતે નોટિસ આપવા માંગે છે અને માત્ર રિસીવ કરાવવા માંગે છે. સીએમ ઓફિસનું કહેવું છે કે પોલીસ નોટિસ નથી આપી રહી, પોલીસ મીડિયાને લાવી છે. પોલીસનો હેતુ નોટિસ આપવાનો નથી, બદનામ કરવાનો છે. તમને જણાવી દઈએ કે સીએમ શુક્રવારે સાંજે પણ નોટિસ લઈને કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા, પરંતુ સીએમ આવાસ પર હાજર અધિકારીઓએ નોટિસ લેવાનો ઈન્કાર કરી દીધો હતો.

આ પછી પોલીસ અધિકારીઓ કોઈ સૂચના આપ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા. વાસ્તવમાં દિલ્હી સરકારના ઁઉડ્ઢ મંત્રી આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ૨૫-૨૫ કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે. તેમની સાથે ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જાે કે ભાજપે છછઁના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. સૂત્રોનું માનીએ તો દિલ્હી પોલીસ આ મામલે ક્રાઈમ બ્રાંચ આતિશીને પણ નોટિસ મોકલી શકે છે. આ સંદર્ભમાં સીએમ કેજરીવાલે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ (ટિ્‌વટર) પર એક લાંબી પોસ્ટમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા,

અને દાવો કર્યો હતો કે ભાજપ દિલ્હીમાં છછઁ ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં બીજેપીએ અમારા દિલ્હીના ૭ ધારાસભ્યોનો સંપર્ક કર્યો અને કહ્યું કે થોડા દિવસો પછી કેજરીવાલની ધરપકડ કરશે. તે પછી અમે ધારાસભ્યોને તોડી નાખીશું. ૨૧ ધારાસભ્યો સાથે વાતચીત કરવામાં આવી છે. અમે બાકીના ધારાસભ્યો સાથે પણ વાત કરી રહ્યા છીએ. તેમને એમ પણ કહ્યું કે અમારા તમામ ધારાસભ્યોએ ભાજપની ઓફર ફગાવી દીધી છે. ૩૦ જાન્યુઆરીએ રાજ્ય ભાજપની ટીમે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચના સીપીને મળીને આતિશી અને કેજરીવાલના આ આરોપો સામે ફરિયાદ આપી હતી. ભાજપ દ્વારા છછઁ ધારાસભ્યોને લાલચ આપવાના કથિત ખોટા આરોપોની જીૈં્‌ તપાસની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ભાજપના પ્રતિનિધિ મંડળે જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ તેની ફરિયાદમાં કેટલાક સંદર્ભો આપ્યા હતા.

Follow Me:

Related Posts