બીજેપી ૩૦૩ કરતા પણ વધુ બેઠક લાવી ફરી નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પીએમ બનાવશે : નીતિન પટેલ
રાજસ્થાન ચૂંટણીના સહ પ્રભારી નીતિન પટેલે ભજન લાલ શર્માને મુખ્યમંત્રી બનવા બદલ શુભેચ્છા પાઠવીગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજસ્થાન ચૂંટણીના સહ પ્રભારી નીતિન પટેલે ભજન લાલ શર્માને મુખ્યમંત્રી બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી તો સાથે જ પીએમ મોદીના વિઝન પ્રમાણે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ કાર્ય કરશે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોના પરિણામ બાદ બીજેપી ૩૦૩ કરતા પણ વધુ બેઠક લાવી ફરી નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પીએમ બનાવશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું લોકસભા ચૂંટણીને લઇ એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે. હાલ ભાજપના સાંસદ સભ્યોની સંખ્યા ૩૦૩ છે જે આગામી ચૂંટણીમાં ઘણી વધશે. હાલમાં જે ચૂંટણી પરિણામ આવ્યા તે દર્શાવે છે કે લોકસભામાં ભાજપની જીત થશે. ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની નિમણૂક થઈ છે. ત્રણેય રાજ્યોને ડબલ એન્જિનની સરકારનો લાભ મળશે.
Recent Comments