fbpx
ગુજરાત

બીલીથા પંથકમાં પત્નીની હત્યા કરનાર પતિએ કૂવામાં મોતની છલાંગ લગાવી

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બીલીથા પંથકમાં પતિએ જ પોતાની પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી અને બાદમાં પોતે કૂવામાં ઝંપલાવી અને મોતને વ્હાલું કરી નાખ્યું હતું. આજે કૂવામાંથી પતિનો મૃતદેહ મળી આવતા આ ઘટનાના કારણે એક દીકરીએ પહેલાં માતા અને બાદમાં પિતા પણ ગુમાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે પોતાની દીકરીની સમાજમાં થઈ રહેલી બદનામી અંગે સમાજ રાહે ભરાયેલા પંચમાં પત્નીના નજીકના કુટુંબીજનો ઉપસ્થિત નહિં રહેતા પતિએ રોષે ભરાઈ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ રફુચક્કર થઈ જતાં શહેરા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની શોધખોળ શરૂ કરી હતી. તેવામાં આજે પતિનો મૃતદેહ મળી આવતા તેણે પોતાની પત્નીની હત્યા કરી અને બાદમાં પોતે આત્મહત્યા કરી છે.

આ બનાવની વિગતો એવી છે કે પંચમહાલના શહેરાના બિલીથા ગામે બે દિવસ અગાઉ એક પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં પતિએ પત્નીને હત્યા સામાજિક બદનામીના કારણે કરી હોવાની વિગતો સપાટી પર આવી હતી. પોતાની દીકરીના પરિવારના જ કોઈ યુવક સાથે કથિત સંબંધોના કારણે પતિને આઘાત લાગ્યો હતો.

દીકરીના કથિત સંબંધ હોવાનો અણસાર દીકરીના પિતાને એક ધાર્મિક પ્રસંગ પૂર્ણ કરી પરત ફરતી વેળાએ આવી જતાં તેઓના મગજમાં પોતાની દીકરીની સમાજ થતી બદનામી તેઓ સહન કરી શક્યા નોહતા. દરમિયાન પતિએ પોતાની પત્નીને તેના આ સંબંઘીઓને બોલાવી નિકાલ કરવો પડશે. મારી અને તારી દીકરી સમાજમાં ખોટી બદનામ થઈ રહી છે તેવું કહ્યું હતું.

એ વેળાએ પત્નીએ પતિને એમ નહીં કરવા જણાવ્યું હતું ત્યારે પતિએ તું તારા સ્વજનનો પક્ષ ન લે એમ જણાવ્યા બાદ આખરે પિતાએ પોતાની દીકરીની બદનામીનો નિકાલ કરવા સમાજ રાહે અગ્રણીઓને એકત્રિત કર્યા હતા.
દરમિયાન પત્નીના સગા પક્ષનાં આ બેઠકમાં નહિં આવતાં પતિના મગજમાં તેની પત્નીએ જ એ લોકોને આવવા નહિં દીધા હોવાનું ઘુસી ગયું હતું. ત્યારબાદ પતિ પત્ની અને દીકરો ઘરે આવ્યા બાદ પત્ની લઘુશકાએ જવા ખેતરમાં ગઈ હતી દરમિયાન પતિ અંગત વાત કરવાનું જણાવી ગયો હતો.

પતિએ પત્ની પાછળ જઈને ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દઈ રફુચક્કર થઈ ગયો હતો. બીજી તરફ ઘટનાની જાણ પાડોશી યુવતીએ કરતાં જ ઇજાગ્રસ્ત મહિલાને તેનો પુત્ર અને ભાઈ દવાખાને લઈ ગયા હતા પરંતુ તબીબે મૃત જાહેર કરતાં પોતાની માતાની હત્યા અંગે પોતાના પિતા સામે પુત્રે મજબૂર બની હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.

Follow Me:

Related Posts