ગાંગુલીએ ટિ્વટ કરીને કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયામાં જઈને આ રીતે ટેસ્ટ સીરીઝ જીતવી તેને ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. બીસીસીઆઇએ ટીમ ઈન્ડિયાને પાંચ કરોડ બોનસ આપવાનો ર્નિણય કર્યો છે. આ જીતનું મહત્વ કોઈ પણ આંક કરતાં ઘણું વધારે છે. આ પ્રવાસના દરેક સભ્યોને અભિનંદન….
ગાંગુલી સિવાય બોર્ડના સચિવ જય શાહે પણ ટિ્વટ કરીને ટીમ ઈન્ડિયાને અભિનંદન અને બોનસની માહિતી આપી છે. લખ્યું છે કે, યાદગાર છે, બીસીસીઆઇ ભારતીય ટીમને બોનસ તરીકે રૂ. ૫ કરોડ આપશે.
Recent Comments