બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર, અમરેલી દ્વારા તડામાર તૈયારીનૂતન વર્ષે સવારે ૮:૦૦ થી સાંજના ૫:૦૦ સુધી ૧૦૦૦ થી વધુ શુદ્ધ શાકાહારીવાનગીઓનો મહા અન્નકૂટ યોજાશે.
અમરેલી શહેરની ૧૨ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરીયાતમંદો સુધી અન્નકૂટનો પ્રસાદ પહોંચાડવામાં આવશે. ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં ગોવર્ધન પૂજારૂપે ગોકુળથી શરૂ થયેલો અન્નકૂટોત્સ આજે ૫૦૦૦ વર્ષ પછીય ભારતીય ભકિત પરંપરાની એક વિશિષ્ટ સ્મૃતિ કરાવે છે અને ભકિતનું એક અનોખું મોજું પ્રસરાવે છે.ભગવાન શ્રી સ્વામિનારાયણેઅન્નકૂટોત્સવો રચાવીને પ્રજાને ભક્તિરસમાં રસબસ કીધી. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ અન્નકૂટની આ ભકિત પરંપરાનો મહિમા સમગ્ર વિશ્વમાં વિસ્તાર્યો છે. બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા યોજાયેલ અન્નકૂટ ઉત્સવ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસથી લઈને બ્રિટનની પાર્લામેન્ટ, ઈંગ્લેન્ડના ‘હાઉસ ઓફ કોમન્સ’ સુધી પહોંચાડવાનું ઐતિહાસિક પૃષ્ઠ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના હસ્તે ઉમેરાયું છે આજ પરંપરામાં અમરેલી મુકામે નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનશ્રી સ્વામિનારાયણની કૃપાથી અને ૫.પૂ.પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી અને પ.પૂ.મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી ભારતીય હિન્દુ પરંપરા અનુસાર ૧૦૦૦ કરતા વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ઉત્સવ આગામી તા.૦૨ નવેમ્બર,૨૦૨૪ને શનિવારના રોજ સવારે ૮:૦૦ થી સાંજના ૫:૦૦ સુધી યોજાશે. આ મહાઅન્નકૂટ ઉત્સવમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાનશ્રી સિતારામ,
ભગવાનશ્રી રાધાકૃષ્ણ, ભગવાનશ્રી લક્ષ્મીનારાયણ, ભગવાનશ્રી શિવ પાર્વતીજી, શ્રી ગણેશજી, શ્રી હનુમાનજી તથા સમગ્ર ગુરૂપરંપરા સમક્ષ મહાઅન્નકૂટ ધરાવી, ભક્તો વિશેષ ભકિત અદા કરશે. અન્નકૂટ ઉત્સવના દિવસે સવારે ૮:૦૦ થી સાંજે ૫:૦૦ સુધી દર બે કલાકે અન્નકૂટ આરતી યોજાશે, જેનો તમામ ભકતજનો લાભ.
વિશેષમાં, આ અન્નકૂટ પૂર્ણ થયા પછી અન્નકૂટનો પ્રથમ પ્રસાદ અમરેલી શહેરની જુદી જુદી સામાજીક સંસ્થાઓ દ્વારા આ પ્રસાદ અમરેલી તથા આજુબાજુના જરૂરીયાતમંદોને પહોંચાડશે. આ મહાઅન્નકૂટ ઉત્સવના દર્શન કરવા માટે અમરેલી શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ધર્મપ્રેમી જનતાએ પધારવા માટે ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું છે. મહા અન્નકૂટ ઉત્સવની વિશેષતાઓઃ— ભક્ષ્ય, ભોજય, લેહ્ય, ચોષ્ય એમ ચારેય વિભાગની કુલ ૧૦૦૦ વાનગીઓ. જેમાં, ૨૫૧ મીઠાઈ, ૨૦૧ વિવિધ શાક, ૧૫૧ ફરસાણ, ૧૦૧ જ્યુસ/શરબત, ૧૦૧ બેકરીની આઈટમ, ૫૧ અધાણા, ૧૧ મુખવાસ, ૨૫ પ્રકારની દાળ, ૨૫ પ્રકારના ભાત, ભાખરી/ રોટલા/રોટલી/ થેપલા/ પરોઠા ઢેબરા તથા ડેઝર્ટની અનેકવિધ વાનગીઓ ધરાવવામાં આવશે. હિન્દુ પરંપરાગત શૈલી પ્રમાણે અન્નકૂટ રચવામાં આવશે. પ્રથમ ગોળાકારમાં ‘સખડી’ એટલે કે મિષ્ટાનો ગોઠવાશે. દ્વિતિય ગોળાકારમાં ‘અનસખડી’ એટલે કે દાળ, ભાત, કઠોળ વગેરે ગોઠવાશે. મધ્યમાં રાંધેલા ચોખાનો ‘ગોવર્ધન પર્વત’ રચાશે. સેવાના જુદા જુદા ૩૦ વિભાગોમાં ૫૫૧થી વધારે સ્વયં સેવકો ૧૦ દિવસ સેવામાં જોડાશે. ૧૦,૦૦૦ થી વધુ દર્શનાર્થીઓ શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટેનું શિસ્તબધ્ધ આયોજન દર બે કલાકે મહા આરતી થશે. જેમાં શહેર શ્રેષ્ઠીઓની સાથે હરિભકતો જોડાશે. અન્નકૂટ ઉત્સવનો પ્રથમ પ્રસાદ અમરેલી શહેરની ૧૨ જેટલી સામાજીક સંસ્થાઓ મારફત જરૂરીયાતમંદો સુધી પહોંચાડવામાં આવશે.
Recent Comments