fbpx
ગુજરાત

બી.ટેકની વિદ્યાર્થીનીએ ૯મા માળેથી કૂદી આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો

જૂના પાદરા રોડ પર આવેલા ભદ્રલોક એપાર્ટમેન્ટમાં રહેતા બી. ટેકના ૧૯ વર્ષના વિદ્યાર્થીએ ૯મા માળેથી કૂદકો મારી આપઘાત કર્યો હતો. બપોરે બે કલાકે તેની ઓનલાઇન એકઝામ હતી એના ૪ કલાક પહેલાં જ તેણે આ પગલું ભર્યું હતું. ૯મા માળેથી કૂદી યુવકે આપઘાત કરતાં ભદ્રલોક ફ્લેટમાં અરેરાટી વ્યાપી હતી.

બનાવને પગલે જેપી રોડ પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, શહેરના જૂના પાદરા રોડ પર ભદ્રલોક ફ્લેટના ૯મા માળે રાજેશ રમણ કુમાર બેન્ક ઓફ બરોડાની રીજનલ બ્રાન્ચમાં નોકરી કરે છે. તેમના પરિવારમાં પત્ની અને એક પુત્રી અને એક પુત્ર છે. ૧૯ વર્ષનો પુત્ર આયુષ ચંડીગઢની કોલેજમાં બી. ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. હાલમાં કોરોનાને કારણે તે ઓનલાઇન અભ્યાસ કરતો હતો. બુધવારે બપોરે ૨ વાગ્યે તેની ઓનલાઈન પરીક્ષા હતી. જાેકે તેના ચાર કલાક પહેલાં સવારે ૧૦ વાગે તેણે ૯મા માળની ગેલેરીની બારીમાંથી કૂદકો માર્યો હતો. ૯મા માળેથી નીચે પટકાતાં આયુષ સ્થળ પર જ મોતને ભેટ્યો હતો.

આયુષ પડવાથી ધડાકા સાથે અવાજ થયો હતો, જેને કારણે ફ્લેટના લોકો બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પિતા રાજેશ કુમાર ઓફિસમાંથી ઘરે દોડી આવ્યા હતાં. પુત્રના મૃતદેહ પાસે માતા અને પુત્રીને આક્રંદ કરતાં હોઈ પિતા રાજેશ કુમારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જે.પી. રોડ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. ઘટના બાદ મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે.પી. રોડ પોલીસ મથકના તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે આયુષે ક્યાં કારણથી આપઘાત કર્યો છે એ જાણવા મળ્યું નથી. તેના રૂમમાંથી કોઈ સુસાઇડ નોટ મળી નથી.

Follow Me:

Related Posts