ગુજરાત

બુટલેગરોનો ગજબનો આઈડિયા…ગરમીનો ફાયદો ઉઠાવવો પડ્યો ભારે : શામળાજી નજીકથી વોટરકૂલર અંદર સંતાડેલ દારૂની હેરાફેરીનો પર્દાફાશ 

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહીબીશનની શખ્ત અમલવારી માટે દોડાદોડી કરી રહી છે. હાલ પોલીસની કામગીરી જોઈને બુટલેગરો પણ સચેત બન્યા છે અને અવનવા કીમિયા અપનાવીને દારૂની હેરાફેરી કરી રહ્યા છે જેમકે ટ્રાન્સપોર્ટના વાહનો, વૈભવી કારોમાં, ચોર ખાનાઓમાં, ટાયરમાં દારૂનો જથ્થો સંતાડીને દારૂનો જથ્થો ઘુસાડી રહ્યા છે. બુટલેગરોએ ગરમીનો ફાયદો ઉઠાવતા હોય તેમ ટ્રકમાં વોટરકૂલર પતરાની બોડીની અંદર સંતાડી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ શામળાજી પોલીસે કરી એરકુલરની અંદરથી 2916 બોટલ જપ્ત કરી બે બુટલેગરોને દબોચી લીધા હતા પોલીસે રૂ.1794900/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું શંકાસ્પદ ઝડપ સાથે રાજસ્થાનથી આવતા ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાં રહેલ મસમોટું વોટર કૂલર જોતા પોલીસને શંકા જતા વોટર કૂલર ખોલતા પોલીસ ચોંકી ઉઠી હતી વોટર કૂલરની પતરાની બોડીની અંદરથી વિદેશી દારૂની 243 પેટીમાંથી 2916 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી પોલીસે 9.92 લાખથી વધુનો શરાબનો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક હરિયાણાના રામસીંગ ભીમસીંગ જાટ અને ક્લીનર સત્યવાન રામસીંગ ચમારની ધરપકડ કરી વિદેશી દારૂ, ટ્રક મોબાઈલ મળી કુલ.રૂ.1794900/- નો મુદ્દામાલ જપ્ત કરી બંને ખેપિયાને જેલ પાછળ ધકેલી દઈ વોટર કુલરનો આઈડિયા અપનાવી વિદેશી દારૂ ભરી આપનાર દિલ્હી નજબગઢના બુટલેગર સંદીપ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. શામળાજી પોલીસની પ્રાથમિક તપાસમાં વિદેશી દારૂનો જથ્થો રાજકોટ પહોંચાડવાનો હતો

Follow Me:

Related Posts