બુધવારે મહુવા સુરત ટ્રેન બે કલાક લેટ હોવાના કારણે મોટાલીલીયા મોટા રેલ્વે સ્ટેશન પર મુસાફરો અટવાતા દોડી આવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત તેમજ તેમની ટીમ
લીલીયા તાલુકામાં તેમજ સમગ્ર અમરેલી જીલ્લામાં મુશળધાર વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા તેમજ રેલ્વે ટ્રેક પર પાણી ફરી વળ્યા જેના કારણે મહુવા-સુરત-ટ્રેઈન ચાર કલાકે મોદી પડેલ જેમાં બાળકો,વૃધ્ધો,દર્દીઓ, તેમજ તમામ પેસેન્જરો પાંચ કલાક થી સ્ટેશન પર હેરાન થતા હતા તેમજ ધીમી ધારે વરસાદ પાન શરુ હતો, જેમની જાણ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત ને થતા તેઓ રેલ્વે સ્ટેશન પર દોડી આવ્યા હતા,
તેમજ લીલીયા મોટા ના કોંગ્રેસ અગ્રણીઓ તાલુકા પ્રમુખ બહાદુરભાઇ બેર, સરપંચ જીવનભાઈ વોરા, જીલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદી મહામંત્રી રમેશભાઈ પરમાર ગ્રામ પંચાયત ના સભ્ય શબ્બીરભાઈ દલ, અબ્દ્દુલભાઈ શીરમાન, રાકેશભાઈ કાતરીયા તમામ કોંગ્રેસ પરિવાર તેમજ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે મુસાફરોની મુશ્કેલ સમય ની હાલ ચલ પૂછી તેમજ અંદાજીત ૧૦૦ જેટલા મુસાફરો માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ ત્યાર બાદ શીવ લોજ વાળા દીપકભાઈ પંડયા અને મયુરભાઈ પંડ્યા દ્વારા મુસાફરોને લાડુ અને શાક ની વ્યવસ્થા કરીને તમામ મુસાફરોને આપવામાં આવ્યા હતા,
બીમાર દર્દીને જીવનભાઈ વોરા દ્વારા સરપંચશ્રીના ઘરે રહેવા માટેની વ્ય્વાસ્થા કરી આપેલ હતી,મુસાફરો દ્વારા આ કામગીરીને બિરદાવી હતી અને કપરા સમયે જે લોક લાગણી અને સવેદના સમજી સેવાર્થે ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત અને તેમની ટીમ કામગીરી કરેલ તેમનો મુસાફરો દ્વારા આભાર વ્યક્ત કરેલ તેમ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતીંભાઈ ત્રિવેદીની અખબારી યાદીમાં જણાવ્યું છે
Recent Comments