ભાવનગર શિશુવિહાર બુધસભા અંતર્ગત બદલાતા સમયમાં ગુજરાતી પરિવારોમાં બાળકોને સંસ્કાર સભર ઉછેર માટે અનિવાર્ય બાળ સાહિત્યના વિકાસ માટે કાર્યરત ગુજરાતી ભાષાના વરિષ્ઠ કવિશ્રી કૃષ્ણ દવેના માર્ગદર્શન હેઠળ તા.29 એપ્રિલના રોજ સંસ્થા બુધસભામાં કાવ્ય શિબિર યોજવામાં આવેલ.. વર્તમાન સમય માં નવા સર્જકો તૈયાર કરવાના અભિયાન સાથે શિશુવિહાર બુધસભાના સર્જકો તથા ભાવનગરના 35 થી વધુ સાહિત્ય પ્રેમીઓએ બે સેશનમાં ભોજન સાથે બાળ કાવ્ય સર્જન ની તાલીમ લીધી તથા તાલીમ દરમ્યાન રચેલ કાવ્ય નું પઠન કર્યું હતું… સંસ્થાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવેના વરદ હસ્તે કવિશ્રી કૃષ્ણ દવેનું ખેસ તથા મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા… આ કાર્યક્રમ નું સંકલન શ્રી જીજ્ઞાબહેન ત્રિવેદી તથા દીપાબહેન જોશી એ કર્યું હતું..
બુધસભા અંતર્ગત બાળકોને સંસ્કાર સભર ઉછેર માટે વરિષ્ઠ કવિશ્રી કૃષ્ણ દવેના માર્ગદર્શન હેઠળ કાવ્ય શિબિર યોજવામાં આવેલ.

Recent Comments