બુલેટ ટ્રેન પસાર પણ થઈ જાય અને ખબર પણ નહીં પડે તેવા ૧.૭૫ લાખથી વધુ નોઇઝ બેરિયર્સ લગાવાયા

અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ આગળ વધી રહ્યું છે. આ બુલેટ ટ્રેન ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની દોડવાની હોવા છતાં તેનો કોઇ જ ઘોંઘાટ સંભળાશે નહી. અત્યાર સુધીમાં ૮૭.૫ કિમી વિસ્તારમાં ૧.૭૫ લાખથી વઘુ નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. જેમાં વાયડક્ટની બંને બાજુએ એક કિલોમીટરના અંતરે ૨૦૦૦ નોઈઝ બેરિયર્સ છે. આ મોડ્યુલર તત્વ માટે ત્રણ પ્રીકાસ્ટ ફેક્ટરીઓ સુરત, આણંદ અને અમદાવાદમાં અવાજ અવરોધોના ઉત્પાદન માટે સ્થાપવામાં આવી છે.
ઓપરેશન દરમિયાન ટ્રેનો અને સિવિલ સ્ટ્રક્ચર્સ દ્વારા ઉત્પન્ન થતાં અવાજને ઘટાડવા માટે આ અવાજ અવરોધો વાયડક્ટની બંને બાજુઓ પર સ્થાપિત કરવામાં આવી રહ્યાં છે. ઘોંઘાટના અવરોધો રેલ સ્તરથી ૨ મીટર ઉંચા અને ૧ મીટર પહોળા કોંક્રિટ પેનલ છે. દરેક અવાજ અવરોધનું વજન આશરે ૮૩૦-૮૪૦ કિગ્રા છે. આ ટ્રેન દ્વારા ઉત્પાદિત એરોડાયનેમિક ઘ્વનિ તેમજ ટ્રેનના નીચેના ભાગ, મુખ્યત્વે પાટા પર ચાલતા પૈડાઓ દ્વારા ઉત્પન્ન થતા અવાજને પ્રતિબિંબિત કરવામાં અને વિતરિત કરવામાં મદદ કરે છે. ટ્રેનની સવારીનો આનંદ માણતા મુસાફરોના દ્રશ્યમાં અવરોધ નહીં આવે. રહેણાંક અને શહેરી વિસ્તારોમાંથી પસાર થતા વાયડક્ટ્?સમાં ૩ મીટર ઊંચા અવાજ અવરોધો સ્થાપિત કરવામાં આવશે.
Recent Comments