બૂસ્ટર ડોઝ ૧૦ જાન્યુઆરીથી અપાશે વેક્સિન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે ત્રીજી રસી તરીકે સાવચેતીના ડોઝની રજૂઆતની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સીનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. જેની શરૂઆત ૧૦મી જાન્યુઆરી, સોમવારના દિવસથી કરવામાં આવશે. બૂસ્ટર ડોઝને લઈને લોકોના મનમાં ઘણા પ્રશ્નો આવી રહ્યા હતા. આ પ્રશ્નોના જવાબમાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે તેઓએ નવી નોંધણી કરવાની જરૂર રહેશે નહીં. સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ લોકોએ તેમની રસી માટે રસીકરણ કેન્દ્રમાં જ તેમની એપોઇન્ટમેન્ટ લેવી પડશે. જાે તે કોઈ કારણસર એપોઈન્ટમેન્ટ લઈ શકતો નથી, તો તે સીધો રસીકરણ કેન્દ્ર પર જઈને પણ વેક્સીન લગાવી શકે છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવનાર બૂસ્ટર વેક્સીનનો ડોઝ પ્રથમ બે ડોઝ જેવો જ હશે. નીતિ આયોગના સદસ્ય ડૉ. વિનોદ કે પૉલે જણાવ્યું હતું કે, જેમને કોવૅક્સિન મળ્યું છે, તેમને જ કોવૅક્સિન આપવામાં આવશે. જેમણે કોવિશિલ્ડના પ્રાથમિક બે ડોઝ મેળવ્યા છે તેમને કોવિશિલ્ડનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, રસીમાં કોઈપણ પ્રકારનું મિશ્રણ કરવામાં આવશે નહીં. દેશમાં કોરોનાના કેસમાં જાેરદાર ઉછાળો જાેવા મળી રહ્યો છે. ૨૦૦ દિવસ પછી ૧,૧૭,૧૦૦ નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૩૦,૮૩૬ દર્દીઓ સ્વસ્થ થયા છે.
આ પહેલા ગુરુવારે મોડી સાંજ સુધી દેશમાં કોરોનાના ૧,૧૬,૮૩૬ નવા કેસ નોંધાયા હતા. છેલ્લા સાત મહિનામાં આ પ્રથમ વખત હતો જ્યારે દેશમાં દૈનિક કેસ એક લાખના આંકને વટાવી ગયા છે. અગાઉ ૬ જૂન, ૨૦૨૧ના રોજ ૧,૦૧,૨૦૯ નવા કેસ નોંધાયા હતા.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શિડ્યુલ ૮ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. આવતીકાલ સાંજથી ઓનલાઈન એપોઈન્ટમેન્ટની સુવિધા પણ શરૂ થઈ જશે. ઓનસાઇટ એપોઇન્ટમેન્ટ સાથે ૧૦મી જાન્યુઆરીથી રસીકરણ શરૂ થશે. દેશમાં કોરોના સંક્રમણના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે, આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના રસીના બૂસ્ટર ડોઝ લેવા માટે કોઈ નવી નોંધણીની જરૂર રહેશે નહીં. જે લોકોએ ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રસીના બે ડોઝ મેળવ્યા છે તેઓ કોઈપણ રસીકરણ કેન્દ્રમાં સીધા જ મુલાકાત લઈ શકે છે અથવા વૉક-ઈન કરી શકે છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શિડ્યુલ ૮ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. ઓનલાઈન એપોઈન્ટમેન્ટની સુવિધા પણ શરૂ થઈ જશે. ઓનસાઇટ એપોઇન્ટમેન્ટ સાથે રસીકરણ ૧૦ જાન્યુઆરીથી શરૂ થશે.
Recent Comments