fbpx
રાષ્ટ્રીય

બૃજભૂષણ શરણ સિંહ નાર્કો ટેસ્ટ, પોલીગ્રાફ ટેસ્ટ કે લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરાવવા માટે તૈયાર

ઉત્તર પ્રદેશના ગોંડાથી ભાજપના સાંસદ અને ભારતીય કુશ્તી સંઘ (ઉહ્લૈં)ના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહનું મોટુ નિવેદન સામે આવ્યું છે. બૃજભૂષણ શરણ સિંહે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તે પોતાનો નાર્કો ટેસ્ટ, પોલીગ્રાફ ટેસ્ટ કે લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે, પરંતુ શરત છે કે વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાનો પણ આ ટેસ્ટ થવો જાેઈએ.

બૃજભૂષણ શરણ સિંહે આગળ કહ્યું, ‘જાે વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા પોતાનો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે તો પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરે. હું વચન આપુ છું કે હું તેના માટે તૈયાર છું.’ બ્રૃજભૂષણ શરણ સિંહ પહેલા પણ પોતાની વાત પર અડગ હતા, આજે પણ મક્કમ છે અને હંમેશા મક્કમ રહેશે.” બ્રૃજભૂષણ શરણ સિંહે પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર પોસ્ટ કરીને આ માંગણી કરી છે.આ પહેલા બૃજભૂષણ શરણ સિંહે શનિવારે નિવેદન આપ્યુ હતું- મેં એક દિવસ કહ્યું હતું કે મારા પર કોઈ દાગ નથી અને કોઈ શર્મિંદગી નથી, કોઈ સાહસમાં કમી નથી.

યાદ રાખવું કે એક દિવસ તમારો આ ભાઈ, પુત્ર, કાકા બધુ હોઈ શકે છે પરંતુ જે આરોપ લગાવ્યો છે, તે ન હોઈ શકે. ઉલ્લેખનીય છે કે રેસલર્સ છેલ્લા ૨૮ દિવસથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રેસલિંગ ફેડરેશનના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યાં છે. ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહ પર રેસલરોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. રેસલરોની ફરિયાદ પર ભાજપના સાંસદ વિરુદ્ધ બે કેસ દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ તરફથી કેસની તપાસ કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts